રક્ષાબંધન પર્વે આજે રાજપીપલા શહેરના બ્રાહ્મણો દ્વારા ચૉર્યાસીની વાડી ખાતે યજ્ઞોપવિત (જનોઈ) બદલવામાં આવી હતી.
શ્રાવણી પૂનમ એટલે આમતો રક્ષાબંધનનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પણ એ દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાનો નો રિવાજ પણ છે.સમગ્ર વર્ષ દરમિયાન બ્રાહ્મણો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે પૂનમના દિવસે બ્રાહ્મણો એક જગ્યાએ ભેગા થઈ ને શાસ્ત્રોક્ત રીતે વિધિ કરી ને જનોઈ બદલતા હોઈ છે
નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શ્રાવણ માસની પૂર્ણિમા, જેને શ્રાવણી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે, ધર્મભાવ સાથે ઉજવાઈ રહી છે. આ અવસર પર બ્રાહ્મણ, વૈશ્ય અને અન્ય પરંપરાગત સમાજોમાં જનોઈ (યજ્ઞોપવીત) બદલવાની વિધિ કરવામાં આવે છે.શ્રાવણી પૂનમના દિવસે વહેલી સવારે નદી, તળાવ અથવા ઘરમાં પવિત્ર સ્નાન કર્યા બાદ, ગાયત્રી માતા તથા ઋષિ-મુનિઓની પૂજા કરીને, મંત્રોચ્ચાર સાથે જૂનું જનોઈ ઉતારી પીપળા કે નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. ત્યારબાદ નવા જનોઈ ધારણ કરી ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે છે.આ વિધિનો મુખ્ય હેતુ આત્મશુદ્ધિ, ધાર્મિક સંકલ્પનું પુનર્નવિકરણ અને વેદાધ્યયનનો આરંભ છે. જનોઈના ત્રણ દોરા પિતૃ ઋણ, દેવે ઋણ અને ઋષિ ઋણના પ્રતિક માનવામાં આવે છે.વિધિ પૂર્ણ થયા બાદ બ્રાહ્મણ ભોજન, અન્નદાન તથા ગરીબોને દાન આપવા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.આ પ્રસંગે સમાજના વડીલો અને પંડિતજીઓએ શ્રાવણી પૂનમને આધ્યાત્મિક ઊર્જા પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર ગણાવી, યુવા પેઢીને પરંપરા જાળવવા માટે પ્રેરણા આપી
હતી.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા



