વોર ટુ ‘ ફિલ્મની લંબાઈ મુદ્દે દિગ્દર્શક અયાન મુખર્જી અને હૃતિક રોશન વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા હોવાનું કહેવાય છે.
ચર્ચા મુજબ શરુઆતમાં ફિલ્મની લંબાઈ ૩ કલાક અને ૧૦ મિનીટની હતી. પરંતુ હૃતિકને આ ફિલ્મની લંબાઈ બહુ વધારે લાગી હતી. તેણે કેટલાક સીન કપાવ્યા હતા. અયાને તેની વાત માનીને સાત મિનીટની ફિલ્મ કાપી હતી. તેમ છતાં પણ હૃતિકને સંતોષ થયો ન હતો. તેણે ફિલ્મમાંથી બીજી ૧૦ મિનીટના સીન કપાવી નાખતાં ફિલ્મ હવે બે કલાક અને ૫૩ મિનીટની રહી છે.
હૃતિકે જુનિયર એનટીઆર અને કિયારાના પણ કેટલાક સીન કપાવી નાખ્યા હોવાનું કહેવાય છે. ફિલ્મનાં શૂટિંગ વખતે પણ હૃતિકે કેટલાંક એક્શન દ્રશ્યોનું ડિરેક્શન જાતે કરવાનો આગ્રહ રાખતાં તેના અને અયાન વચ્ચે મતભેદ થયા હતા અને છેવટે નિર્માતા આદિત્ય ચોપરાએ મધ્યસ્થી કરવી પડી હતી.


