વૈશ્વિક અર્થતંત્રને ડામાડોળ કરી મૂકતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગેરવર્તનને લઈ વૈશ્વિક નારાજગી વધી રહી છે, ત્યારે હવે ટ્રમ્પ પોતાની નિષ્ફળતા છુપાવવા રશીયા પાસેથી ઓઈલ ખરીદીના નામે ભારત પર આકરાં ટેરિફ અને અન્ય પરોક્ષ પ્રતિબંધોની ધમકીઓ ઉચ્ચારતાં અને બીજી તરફ ભારતે ટ્રમ્પના બેવડા ધોરણો સામે નહીં ઝુંકીને મૂકાબલો કરવાનો ઈરાદો વ્યક્ત કરી દેતાં બન્ને દેશો વચ્ચે ઘર્ષણ વધવાના અને આ મોટા સંકટમાં પરિવર્તિત થવાના એંધાણે આજે શેરોમાં સાર્વત્રિક ગાબડાં પડયા હતા. અલબત આજે ફંડોએ ઘટાડે ફયુચર્સમાં વેચાણો કાપીને કેશમાં ખરીદી કરી હતી. સપ્તાહના અંતે સેન્ટીમેન્ટ અત્યંત ખરાબ બની જતાં ે સ્થાનિક હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો પણ મોટાપાયે વેચવાલ બન્યા હતા. કેપિટલ ગુડઝ-પાવર શેરો સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર-ફાર્મા શેરોમાં મોટું હેમરિંગ થયું હતું. આ સાથે મેટલ-માઈનીંગ શેરોમાં પણ ગાબડાં પડયા હતા. આઈટી શેરો, ઓટોમોબાઈલ, બેંકિંગ શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૭૬૫.૪૭ પોઈન્ટ તૂટીને ૭૯૮૫૭.૭૯ અને નિફટી ૫૦ સ્પોટ ૨૩૨.૮૫ પોઈન્ટ ગબડીને ૨૪૩૬૩.૩૦ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૯૭ પોઈન્ટ તૂટયો : ટીટાગ્રહ રૂ.૫૧, મઝગાંવ ડોક શીપ રૂ.૧૪૮ તૂટયા
ટ્રમ્પના આકરાં ટેરિફ અને વધુ પગલાંના સંકેત વચ્ચે ભારતથી મશીનરી સહિત કેપિટલ ગુડઝની અમેરિકામાં નિકાસો અટકવાના એંધાણે અને ડિફેન્સ ક્ષેત્રની કંપનીઓના નબળા પરિણામોએ આજે ફંડોએ કેપિટલ ગુડઝ શેરોમાં મોટું હેમરિંગ કર્યું હતું. ભારત ડાયનામિક્સ રૂ.૬૬.૩૫ તૂટીને રૂ.૧૫૦૦, કોચીન શીપ રૂ.૫૦.૬૦ ઘટીને રૂ.૧૬૪૨.૭૫, સિમેન્સ રૂ.૮૮.૨૫ ઘટીને રૂ.૩૦૩૦.૭૫, ભેલ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૨૨૨.૭૦, એસ્ટ્રલ રૂ.૩૯.૯૦ તૂટીને રૂ.૧૩૭૫.૩૦, સીજી પાવર રૂ.૧૫.૧૦ ઘટીને રૂ.૬૬૬.૩૫, પાવર ઈન્ડિયા રૂ.૪૩૨.૫૫ ઘટીને રૂ.૨૦,૨૮૩.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૯૭.૫૦ પોઈન્ટ તૂટીને ૬૬૭૫૧.૨૬ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં નવા ગાબડાં : અશોક લેલેન્ડ, મધરસન, ભારત ફોર્જ, ઉનો મિન્ડા, ટાટા મોટર્સ, મહિન્દ્રા ઘટયા
ઓટોમોબાઈલ ઉદ્યોગને પણ અમેરિકાના ટેરિફના પરિણામે અસર થવાની શકયતાએ ફંડોએ તેજીનો વેપાર હળવો કરતાં ફરી નવા ગાબડાં પડયા હતા. અશોક લેલેન્ડ રૂ.૪.૩૫ ઘટીને રૂ.૧૧૫.૪૫, ટાટા મોટર્સ રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૬૩૩.૩૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૧.૧૫ ઘટીને રૂ.૨૮૮૩.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૪.૪૦ ઘટીને રૂ.૩૧૪૬.૨૫, ટીવીએસ મોટર રૂ.૪૪.૯૫ ઘટીને રૂ.૨૯૬૮.૮૦, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૨૧૧૯.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૪૨.૬૯ પોઈન્ટ તૂટીને ૫૨૪૭૩.૦૮ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફરી વેચવાલી વધી : લિન્કન ફાર્મામાં ધબડકો : બાયોકોન, મોરપેન, યુનિકેમ, સુવેન ઘટયા
ટ્રમ્પના આકરાં ટેરિફ અને હવે પછી નવા આકરાં નિર્ણયો ભારતીય ફાર્મા-હેલ્થકેર ઉદ્યોગ પર નેગેટીવ અસર કરી શકે છે એવા જોખમે આજે ફંડોએ હેલ્થકેર-ફાર્મા શેરોમાં વેચવાલી કરી હતી. લિન્કન ફાર્મામાં મંદીનો કડાકો બોલાઈ જઈ રૂ.૪૦.૭૫ તૂટીને રૂ.૫૬૩.૩૫, બાયોકોન રૂ.૨૧.૨૫ તૂટીને રૂ.૩૪૩.૩૫, સિક્વેન્ટ રૂ.૬.૭૫ ઘટીને રૂ.૧૬૮.૨૫, દિવીઝ લેબ. રૂ.૨૨૨.૨૫ તૂટીને રૂ.૫૯૧૦.૬૦, વોખાર્ટ રૂ.૪૬.૬૫ ઘટીને રૂ.૧૪૭૨.૫૦, હેસ્ટર બાયો રૂ.૫૮.૧૫ ઘટીને રૂ.૧૯૫૨.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૮૩.૩૮ પોઈન્ટ તૂટીને ૪૩૧૬૦.૯૫ બંધ રહ્યો હતો.
એલ્યુમીનિયમ સહિતની નિકાસોને અસર : જિન્દાલ સ્ટેનલેસ, હિન્દાલ્કો, અદાણી, જિન્દાલ સ્ટીલ ઘટયા
અમેરિકાના આકરાં ટેરિફથી ભારતની એલ્યુમીનિયમ, સ્ટીલ સહિતની નિકાસોને અસર થવાની પૂરી શકયતાએ આજે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી કરી હતી. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૪૩.૮૫ તૂટીને રૂ.૬૮૨.૬૫, હિન્દાલ્કો રૂ.૧૩.૮૫ ઘટીને રૂ.૬૭૨.૮૦, સેઈલ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૨૧, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૭.૮૦ ઘટીને રૂ.૧૦૪૯.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૬૩.૫૪ પોઈન્ટ ગબડીને ૩૦૪૬૧ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ઈન્ડેક્સ ૧૦૧૦ ખાબક્યો : પીજી ઈલે. રૂ.૧૪૭, કલ્યાણ રૂ.૬૩, ડિક્સન રૂ.૮૦૦ ગબડયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડો, ખેલંદાઓએ આજે મોટી વેચવાલી કરી હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૧૦.૫૭ પોઈન્ટ તૂટીને ૫૯૦૨૯.૨૫ બંધ રહ્યો હતો. પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૪૬.૯૦ તૂટીને રૂ.૫૮૯.૦૫, કલ્યાણ જવેલર્સ રૂ.૬૩.૧૦ તૂટીને રૂ.૫૨૭.૬૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૮૦૦.૧૦ તૂટીને રૂ.૧૫,૮૬૪.૦૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૫૫.૮૫ તૂટીને રૂ.૭૩૬૪.૬૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૨ ઘટીને રૂ.૧૨૬૩.૮૦ રહ્યા હતા.


