સુરતમાં કિન્નર દારૂના ધંધા સાથે સંકળાયેલો હોવાની વાત સામે આવી છે, જેમાં પોલીસે એક કિન્નર સહિત અન્ય 3 લોકોની ધરપકડ કરી છે, સુરતના સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનો ધંધો કરતા હોવાની વાત સામે આવી છે, પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કયાંથી દારૂ લાવતા હતા તે દિશામાં તપાસ પણ શરૂ કરી છે.
સુરતમાં સચીન પોલીસે લાખોના વિદેશી દારૂની હેરાફેરી ઝડપીસુરતમાં સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 લોકો દારૂનો ધંધો કરે છે તેવી બાતમી પોલીસને મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે તપાસ કરી તો ચાર શખ્સો દારૂનો ધંધો કરતા હતા અને તેમાંથી એક તો કિન્નર છે, સમગ્ર ઘટનામાં પોલીસે દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, વિદેશી દારૂ પોલીસને કારમાંથી મળી આવ્યો છે, છેલ્લા ઘણા સમયથી કિન્નર અને તેના મિત્રો દારૂનો ધંધો કરતા હોવાની વાત સામે આવી છે.પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, કિન્નર અને અન્ય 3 લોકો દારૂ કારમાં ભરીને અલગ-અલગ વિસ્તારમાં જરૂરિયાત મુજબના લોકોને પિરસતા હતા અને પોલીસે કાર સાથે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા ? કોની પાસેથી લાવ્યા ? કેટલાક સમયથી દારૂની હેરાફેરી કરે છે તે સમગ્ર મામલે સચીન પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત પોલીસ દારૂ અને ડ્રગ્સને લઈ ખાસ મુહિમ ચલાવી રહી છે અને તે મુહિમ પોલીસ માટે રંગ લાવશે તે પણ નક્કી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


