ગુજરાત સરકાર શ્રી દ્વારા હાલ થતાં સાયબર ક્રાઇમ ઓનલાઇન ફલોડ અને અન્ય સમસ્યાઓ ને ધ્યાને લઇ વડોદરા રૂરલ પોલીસ વડા, તેમજ કમિશનર અને સ્પે, રેન્જ આઇજી ના આદેશ અનુસાર જરોદ પોલીસ સ્ટેશન દ્વારા જરોદ ખડાયતા વાડી ખાતે જરોદ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં આવતા તમામ ગામોના નવા ચૂંટાયેલા સરપંચો ની વિશાળ ઉપસ્થિતિમાં જરોદ પોલીસ સ્ટેશન ના પી આઈ એમ આર ચૌધરી,જરોદ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ શૈવાળ ના અધ્યક્ષ સ્થાને જરોદ પંથકમાં માં થી આવેલા સરપંચો સાથે સાયબર ક્રાઇમ, તેમજ સમાજ ના અશોભનીય નશાયુકત પદાર્થ, તેમજ સમાજમાં રહીને અસમાજિક પ્રવૃત્તિઓ ઘરાવતા દુષણો ને દુર કરવા માટે ની મિટિંગમાં ચચૉઓ એરણે રહેવા પામી હતી
જ્યારે જરોદ ગ્રામ પંચાયત ના સરપંચે જરોદ સ્ટેશન વિસ્તાર, બેન્ક ઓફ બરોડા વિસ્તાર અને જરોદ નવા બજાર ના મુખ્ય દ્વાર થી લઈને સમગ્ર બજારમાં કાયમી ધોરણે ટ્રાફીક જામ જેવી પરિસ્થિતિ ઓ સજૉતા કાયમી ધોરણે ટ્રાફીક પોલીસ જવાન સહિત હોમ ગાર્ડ, અથવા જી આર ડી ના જવાનો નો પોઇન્ટ મુકવા અંગે જરોદ પોલીસ ને રજુઆતો કરી હતી જ્યારે પોલીસ સ્ટેશન ના અધિકારી ઓ એ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામોમાં હાલ તબક્કે ગુન્હા ઓ નું ક્રાઇમ જોતા સરપંચો ને યોગ્ય ગ્રાન્ટ નો ઉપયોગ કરીને ગામ માં સી સી ટી વી કેમેરા મુકવા અંગે ભાર મૂક્યો હતો પોલીસ પ્રજા નો સાચો મિત્ર છે અને રહેશે ના સુત્ર ને વધુ મજબૂત બનાવવા અર્થે જરોદ પોલીસ સ્ટેશન ના અધિકારી ઓ એ મિટિંગમાં ઉપસ્થિત હાજર તમામ સરપંચો પાસે સુમેળ ભર્યા સહયોગ વડે સહકાર ની અપેક્ષા ઓ સેવી હતી કાયૅ કમ ના અંતે જરોદ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ મગનભાઈ વલવી એ આભારવિધિ કરી હતી
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા


