સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી રૂ.૪.૫૧ લાખનો ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. એલીસીબી પોલીસે દારૂ, બિયર અને કાર સહિતનો રૂ.૯.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી ટીમે ધ્રાંગધ્રા તાલુકામાં પેટ્રોલિંગ દરમ્યાન અમદાવાદ-માળીયા હાઈવે પર ધ્રાંગધ્રા કલ્પના ચોકડી પાસેથી બાતમીના આધારે એક કારમાંથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી ૪૦૮ બોટલ કિં.રૂા.૩,૫૬,૪૦૦ તથા બિયરના ૪૩૨ ટીન કિં. રૂા.૯૫,૦૪૦ મળી કિં.રૂા. ૪,૫૧,૪૪૦, કાર કિં.રૂા.૫ લાખ સહિત કુલ કિંમત રૂા. ૯,૫૧,૪૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે કાર ચાલક હાજર મળી ન આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

