ડભોઈ ગામ જવાના દિશાના બોર્ડ ત્રણ ચોકડી વઢવાણા અને કરનેટ જવાના માર્ગ પર ગામ તરફ જવા માટે અનેક બોર્ડ લગાવવામાં આવ્યા છે ચોમાસા દરમિયાન ઝાડી ઝાંખરા ઉગી ગયા છે
તેના કારણે દેખાતા નથી ચાર ગામ જવા માટે બોર્ડ લગાવવામાં આવ્યા છે રાત્રે દરમિયાન તો કેટલાક લોકો ભૂલા પણ પડી જાય છે ડભોઇ થી વઢવાણા અને કરનેટ રસ્તા પર લગાવેલા ચારથી પાંચ બોર્ડ મોટા મોટા બાવળના ઝાડ ઉગી ગયા હોય જેના કારણે દેખાતા નથી વહેલી તકે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓને અને લાગતા વળગતા અધિકારીઓ તેને કપાવી નાખે તો રાત્રે દરમિયાન બહારથી આવતા લોકોને રસ્તો બ ભૂલ્યા નો સામનો ના કરવો પડે એક રસ્તો વઢવાણા તરફ જઈ રહ્યો છે જ્યારે બીજો તરફ કરનેટ તરફનીચોકડી પર જ ગામ જવાની દિશાના
બોર્ડ જોવાતા ના હોય તેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વહેલી તકે તંત્ર તેની સાફ-સફાઈ કરી અને બોર્ડ દેખાતા થાય તેવી માંગ વધવા પામી છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


