તારાપુર તાલુકાના ઉંટવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા કૃષ્ણપાલસિંહ મહેન્દ્રસિંહ રાઓલને થોડા સમય પૂર્વે ખંભાત તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની યુવતી સાથે આંખ મળી ગઈ હતી.
કૃષ્ણપાલસિંહ હૈ તેણી સાથે પ્રેમ સંબંધનું નાટક કર્યું હતું અને લગ્ન કરવાની લાલચ આપી તેણીને પ્રેમ જાળમાં ફસાવી અવારનવાર તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ યુવતી સાથે વિશ્વાસઘાત કરી કૃષ્ણપાલસિંહે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી અને લગ્ન કરવાની ના પાડતા પ્રેમિકાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કૃષ્ણપાલસિંહ મહેન્દ્રસિંહ રાઓલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


