NATIONAL : S400થી રશિયા પણ ના કરી શક્યું તે ભારતે કરી બતાવ્યું, બની ગયો વર્લ્ડ રેકોર્ડ

0
59
meetarticle

ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન ડિફેન્સ ક્ષેત્રે અનેક ઉપલબ્ધિ હાંસલ કરી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારે S-400 એર ડિફેન્સ સિસ્ટમની મદદથી 300 કિમી દૂર પાકિસ્તાનના પાંચ ફાઈટર જેટ અને એક અવાક્સ વિમાન (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ)ને તબાહ કરી વિશ્વભરમાં રેકોર્ડ સર્જ્યો છે. એરફોર્સ ચીફ માર્શલ એ.પી. સિંહે બેંગ્લુરૂમાં એક લેક્ચર દરમિયાન આ અંગે ખુલાસો કર્યો હતો.

એ.પી. સિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન S-400 મિસાઈલની કામગીરી અને સફળતાને પુરાવા સાથે દર્શાવી હતી. તેમણે મિસાઈલની સફળતાને બિરદાવતાં તેને અત્યારસુધીની સૌથી લાંબા અંતરની જમીનથી હવામાં હુમલો કરતી મિસાઈલ ગણાવી છે.

એરફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ વિશ્વમાં અત્યારસુધીની સૌથી લાંબા અંતરની જમીનથી હવામાં હુમલો કરતી મિસાઈલ બની છે. જો કે, વિશ્વ સમક્ષ તેની ક્ષમતાની ખાતરી કરવી મુશ્કેલ છે, કારણકે, તેણે જે વિમાનને નષ્ટ કર્યા છે, તેનો કાટમાળ તે જ દેશની સરહદમાં પડ્યો હતો. આટલા બધા લાંબા અંતરે હુમલો કરનારી મિસાઈલ ખૂબ ઓછી છે. જેથી સેના તેને સ્વતંત્ર રૂપે સાબિત કરી શકતી નથી. તેની ટેક્નિકલ ક્ષમતાઓ ગુપ્ત રાખવામાં આવે છે.

પાકિસ્તાનની વ્યૂહનીતિ નષ્ટ કરી

આગળ જણાવ્યું કે, S-400ની હાજરીએ પાકિસ્તાની ફાઈટર જેટને એટલી હદે ડરાવી દીધા હતા કે, તે પોતાના લાંબા અંતરના ગ્લાઈડ બોમ્બ પણ લોન્ચ કરી શક્યા નહીં. પાકિસ્તાની વિમાનો તેનાથી બચવાના માર્ગો શોધી રહ્યા હતાં. તેઓ જાણતા હતાં કે, આપણી મારક ક્ષમતા તેમની પહોંચ કરતાં અનેકગણી છે. આ ઓપરેશનમાં S-400ની સાથે સાથે ભારતની સ્વદેશી આકાશ મિસાઈલ અને બરાક-8 MRSAM સિસ્ટમે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

રશિયાને પણ પાછળ પાડ્યું

S-400 સિસ્ટમ રશિયાએ બનાવી છે. પરંતુ ભારતે કૌશલ્યપૂર્વક તેનો ઉપયોગ કરતાં રશિયા પણ દંગ બન્યું હતું. હાલના સંઘર્ષોમાં લાંબા અંતરના હવાઈ હુમલાનો ઉલ્લેખ ઘણો ઓછો છે. ફેબ્રુઆરી, 2024માં યુક્રેને રશિયાનું A-50 જાસૂસી વિમાન 200 કિમીના અંતરેથી તોડી પાડવાનો દાવો કર્યો હતો. 2022માં રશિયાએ યુક્રેનનું SU-27 150 કિમીના અંતરે ટાર્ગેટ બનાવ્યું હતું. પરંતુ ભારતનો 300 કિમીનો આ હુમલો અભૂતપૂર્વ રહ્યો હતો. ભારતે રશિયા પાસેથી પાંચ S-400ની ડીલ કરી હતી. જેમાંથી ત્રણ ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન સરહદ પર તૈનાત થઈ ચૂક્યા છે. બાકીના બે યુનિટ 2025-26 સુધી તૈનાત કરાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here