હાર્દિક ફિટનેસ ટેસ્ટ પાસ કરશે કે ફેલ
આગામી સપ્ટેમ્બર મહિનામાં શરૂ થવા જઈ રહેલ એશિયા કપ 2025 પહેલા તમામ ક્રિકેટ રસિકોની નજર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર એવા હાર્દિક પંડયા પર રહેલી છે. આજે અને આવતી કાલે એમ બે દિવસ એટલે કે હાર્દિક પંડ્યાનો 11-12 ઓગસ્ટના રોજ ફિટનેસ ટેસ્ટ યોજાવાનો છે જેનાથી આ સ્ટાર ખેલાડી આગામી એશિયા કપ 2025 પ્રવાસ પર ફિટ છે કે નહીં તે નક્કી થશે ત્યારે સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટ આપવા માટે બેંગલુરુ NCA ખાતે પહોંચી ચૂક્યા છે જેની સોશિયલ મીડિયા પર તેમણે અપડેટ આપી હતી. હાર્દિકના આગામી 48 કલાકમાં ફિટનેસ ટેસ્ટ અંગે ખબર પડશે.
શ્રેયસ ઐયર અંગે આવ્યા મોટા સમાચાર
સપ્ટેમ્બર મહિનામાં શરૂ થવા જઈ રહેલ એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી એવા શ્રેયસ ઐયર અંગે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ શ્રેયસ ઐયરે બેંગલુરુ NCA ખાતે પહોંચીને તેમનો આગામી એશિયા કપ 2025 પ્રવાસ પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારતના આ સ્ટાર ખેલાડીએ ઘરેલુ ટુર્નામેન્ટ અને IPLમાં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન તેમના તારા ખેંચ્યું છે.
સૂર્યકુમાર યાદવની ફિટનેસ શંકાના દાયરામાં
એશિયા કપ 2025 જે આગામી સપ્ટેમ્બર મહિનામાં શરૂ થવા જઈ રહ્યો છે અને ભારતીય ટીમની કમાન જે સ્ફોટક ખેલાડીના હાથમાં મેનેજમેન્ટ સોંપવાનું છે એવા સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવની ફિટનેસ હાલ શંકાના દાયરામાં લાગી રહી છે. મળતી માહિતી મુજબ ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ હજુ સુધી સંપૂર્ણપણે ફિટ થયા નથી. જૂનની શરૂઆતમાં તેમને હર્નિયાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું તેમાંથી સંપૂર્ણપણે ફિટ થતાં તેમને હજી અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. સુર્યકુમાર યાદવ મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ NCAમાં રહેશે.