બોલિવૂડ એક્ટ્રેસ જૈકલિન ફર્નાન્ડીઝ આજે એટલે કે 11 ઓગસ્ટના રોજ પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ જૈકલિન ફર્નાન્ડીઝ આજે એટલે કે 11 ઓગસ્ટના રોજ પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. આજે જૈકલિન બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તેમણે ઘણી શાનદાર ફિલ્મો કરી છે. અભિનેત્રીની મિલકતો અને નેટવર્થ વિશે જાણો.
અભિનેત્રીએ મોડેલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેણે 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકાનો ખિતાબ જીત્યો હતો. આ પછી જ તેણે ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું.જૈકલિને ‘અલાદ્દીન’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અભિનેત્રી જાસ્મિનની ભૂમિકામાં જોવા મળી હતી.આ પછી જૈકલિને તેના ફિલ્મી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મોમાં ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું. ‘જુડવા 2’, ‘કિક’, ‘હાઉસફુલ 2’ જેવી ફિલ્મોએ તેની લોકપ્રિયતામાં વધારો કર્યો.


