બ્રિટનની સરકાર તરફથી પેલેસ્ટાઇન એક્શન ગ્રુપને કાબુમાં રાખવા માટે કડક કાયદા ઘડવામાં આવ્યા છે. જે બાબતના વિરોધમાં બ્રિટનમાં રહેતા પેલેસ્ટાઇન સમર્થકો બ્રિટનની સરકારનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
પેલેસ્ટાઇન સમર્થકો રસ્તા પર
લંડનની મેટ્રોપોલિટન પોલીસે બ્રિટનમાં રહેતા ત્યાંનાં સ્થાનિક પેલેસ્ટાઇન લોકો કે જેઓ પેલેસ્ટાઇન એક્શન ગ્રુપને ટેકો આપતા હતા તેમની ધરપકડ કરી છે. વાસ્તવમાં બ્રિટનમાં આતંકવાદ કાયદા હેઠળ અમુક કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આ કાયદાના નવા નિયમ મુજબ પેલેસ્ટાઇન એક્શન ગ્રુપને ટેકો આપવા પર પેલેસ્ટાઇનના લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવાનો નિયમ રહેલો છે. જેનો વિરોધ કરવા માટે બ્રિટનના રસ્તા પર પેલેસ્ટાઇન સમર્થકો વિરોધમાં ઉતરી આવ્યા હતા.


