મંગળવારે શ્રીનગરમાં 8 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. 1990માં કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટની હત્યાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
એપ્રિલ 1990માં થયેલી આ હત્યાની તપાસ માટે SIAએ પહેલી વાર દરોડા પાડ્યા છે.
આ કેસ તે સમયનો છે જ્યારે કાશ્મીરી પંડિતો પર હુમલાની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી
સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસ તે સમયનો છે જ્યારે કાશ્મીરી પંડિતો પર હુમલાની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વહીવટીતંત્રે તાજેતરમાં 1990ના દાયકાની શરૂઆતમાં થયેલી કાશ્મીરી પંડિત હત્યાઓના કેસ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય હેઠળ, SIAએ આ કાર્યવાહી શરૂ કરી છે.
નર્સ સરલા ભટ્ટનું 1990 ના દાયકાની શરૂઆતમાં અપહરણ કરવામાં આવ્યું હતું
શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના ભૂતપૂર્વ વડા યાસીન મલિકના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, મોટાભાગની જગ્યાઓ જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તે ભૂતપૂર્વ JKLF કમાન્ડરોના છુપાયેલા સ્થળો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, નર્સ સરલા ભટ્ટનું 1990 ના દાયકાની શરૂઆતમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે શ્રીનગરના સૌરા વિસ્તારમાંથી તેમનો ગોળીથી વિંધાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં આ કેસ નિગીન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. બાદમાં આ કેસ SIAમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
કોણ છે યાસીન મલિક?
કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિક જમ્મુ અને કાશ્મીરમાં એક હુમલા દરમિયાન ભારતીય વાયુસેનાના ચાર જવાનોની હત્યા કરી હતી. તેના પર રૂબૈયા સૈયદના અપહરણનો પણ કેસ ચાલી રહ્યો છે. તે હાલમાં તિહાર જેલમાં બંધ છે.


