અમદાવાદમાં બગોદરા હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે આશરે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ રાજકોટ હાઇવેપર રોહિકા પાટીયા પાસે અકસ્માત સર્જાયો.
હાઈવેપર એક ટ્રક ઉભી હતી અને તેની પાછળ અમદાવાદ તરફથી આવતી ટ્રક ધડાકાભેર અથડાઈ. ટ્રક વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે.
બગોદરા અકસ્માતમાં 1 ઇજાગ્રસ્ત, 1નું મોત
શહેરમાં બગોદરા હાઈવે પર અનેક વખત અકસ્માતની ઘટના બનવા પામે છે. આજે ફરી બગોદરા હાઈવે અકસ્માતનો હાઈવે બન્યો. બગોદરા હાઈવે પર સામાન્ય રીતે મોડી રાત્રે ભારે વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે. દરમિયાન આજે રોહિકા પાટીયા પાસે વહેલી સવાર ત્રણ વાગ્યાની આસપાસ બાજરી ભરેલ એક ટ્રક રસ્તા પર ઉભી હતી. ત્યારે અમદાવાદ તરફથી આવતી એક ટ્રક રસ્તા પર ઉભેલ મોટી ટ્રકમાં ઘૂસી ગઈ. મોટી ટ્રક અને નાની ટ્રક વચ્ચેની ભયંકર અથડામણમાં 1નું મોત અને 1 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી.


