ટીવી જગતથી લઈને બોલીવુડથી સુધી પોતાની ખાસ ઓળખ બનાવનારી અભિનેત્રી મૃણાલ ઠાકુરની લવ લાઈફ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઘણા સમયથી તેણીના સાઉથ સુપરસ્ટાર ધનુષ સાથે ડેટિંગના અહેવાલો સામે આવી રહ્યા છે. ધનુષ મૃણાલની ફિલ્મ સન ઓફ સરદાર 2ના પ્રમોશન માટે પહોંચ્યો ત્યારથી બંનેના અફેરની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર તેજ થઈ છે.
ત્યાર બાદ ધનુષ મૃણાલના જન્મદિવસની પાર્ટીમાં તેનો હાથ પકડીને જોવા મળ્યો હતો. હવે મૃણાલે પોતે તેના અંગત જીવન અને ઐશ્વર્યાના ભૂતપૂર્વ પતિ સાથેના સબંધો અંગે ખુલાસો કર્યો છે.
મૃણાલ ઠાકુરે ધનુષ સાથેના સંબંધોનો કર્યો ખુલાસો
મૃણાલ ઠાકુરે ધનુષ સાથેના તેના અફેર વિશે વાત કરી હતી. તેણીએ જણાવ્યું કે, ‘ધનુષ ફક્ત મારો એક સારો મિત્ર છે. મને ધનુષ અને મારા ડેટિંગની અફવાઓ રમુજી લાગે છે. મૃણાલે વધુમાં સ્પષ્ટતા કરી કે ‘સન ઓફ સરદાર 2’ના પ્રીમિયરમાં ધનુષ મહેમાન યાદીમાં નહોતો. ધનુષ અજય દેવગનના આમંત્રણ પર તે કાર્યક્રમમાં આવ્યો હતો તેમાં મારો કોઈ રોલ નહોતો.’
મૃણાલ અને ધનુષના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું
સાથે જ એક સૂત્રોએ થોડા સમય પહેલા મૃણાલ અને ધનુષના અફેરના સમાચારની પુષ્ટિ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે, ‘હા, એ સાચું છે કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે પરંતુ તેમનો સંબંધ હજુ પણ ખૂબ નવો છે અને તેઓ હજુ સુધી તેને જાહેરમાં સત્તાવાર રીતે જાહેર કરશે નહીં. તેમને ફરવા જવા અને જોવામાં આવવાની કોઈ પરવા નથી. તેમના મિત્રો આ વિશે જાણે છે. જોકે, હવે મૃણાલે પોતે આ સમાચારોને ખોટા જાહેર કર્યા છે અને ધનુષ તેના વિશે શું વિચારે છે તે પણ જણાવ્યું છે.
ધનુષ સાઉથો સુપરસ્ટાર હોવા સિવાય રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાનો પતિ પણ હતો. બંનેએ 18 વર્ષ પછી તેમના સંબંધોનો અંત લાવ્યો અને 2022માં છૂટાછેડા લીધા. તેમના બે પુત્રો છે લિંગા અને યાત્રા જેમને તેઓ સાથે ઉછેરી રહ્યા છે. હવે તેમનું નામ મૃણાલ ઠાકુર સાથે જોડાઈ રહ્યું છે.


