પાંચ વરસમાં 1000 ટકાથી વધુ આપ્યું રિટર્ન હવે દરરોજ નીચે જય રહ્યા છે આ શેર, રોકાણકારો પરેશાન. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના શેરમાં કંટીન્યુઅસલી ઘટાડાના ઘણા કારણો છે. ગયા અઠવાડિયે કંપનીએ પૂરેપૂરું નાણાકીય વર્ષનું પોતાનું આવક વૃદ્ધિનું અનુમાન ઘટાડ્યું છે.
શેર બજારમાં રોકાણને ઘણું રિસ્કી માનવામાં આવે છે કારણ કે સ્ટોક એક્સચેન્જ પર લીસ્ટેડ કોઈ કંપનીના શેર ક્યારે એક જ ઝાટકામાં ઇન્વેસ્ટરને ધરતીથી આકાશ સુધી પહોંચાડે છે અને ક્યારેક આગલિક ક્ષણે નીચે પણ પટકાડી દે છે. આવો જ એક ઝટકો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરની કંપની પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમા રોકાણ કરવા વાળા લોકોને મળ્યો છે. હકીકતમાં કંપનીના શેર બે દિવસ કારોબારી સત્રમાં જ 33%નીચે આવ્યા છે જેના કારણે રોકાણકારોને ખૂબ નુકસાન થયું છે.
પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના શેર છેલ્લા સપ્તાહમાં છેલ્લા કારોબારી દિવસ એટલે કે શુક્રવારે બજાર બંધ થવાના થોડીવાર પહેલા ખૂબ જ ખરાબ રીતે નીચે આવી ગયા હતા જે 20ટકા સુધી નીચે આવ્યા હતા. કંપનીના શેરમાં અચાનક આટલા નીચે આવવાની કારણે ભારે નુકસાન થતા રોકાણકારોના હાલ ખરાબ થઈ ગયા હતા. સોમવારે પણ સ્ટોકની સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો ન હતો અને ખોલતા ની સાથે શેર તૂટી ગયા આજે આ શેર લગભગ 18% સુધી ઘટાડામાં ચાલી રહ્યા છે. આ હિસાબથી જોવા જઈએ તો કારોબારી દિવસમાં 33% સુધીનો શેરમાં ઘટાડો નોંધાયો છે.
10000થી વધુ ટકાનું રિટર્ન
મલ્ટી બેગર શહેરના લિસ્ટમાં સમાવેશ થયેલ પીજી ઇલેક્ટ્રો પ્લાસ્ટ વિટેલા પાંચ વર્ષમાં રોકાણકારોને બમ્પર 10457 ટકાનું રિટર્ન મળ્યું છે. આજથી પાંચ વર્ષ પહેલા 14 ઓગસ્ટ 2020ના રોજ આના શેરનો ભાવ 4.70 હતો પરંતુ હાલની પરિસ્થિતિમાં શહેરમાં ઘટાડો થયો હોવા છતાં 491.80 રૂપિયા છે. આ મલ્ટી બેગર રીટર્નનો હિસાબ જોઈએ તો કોઈ રોકાણકારને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ શેરમાં ફક્ત એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો તે અત્યારે કરોડપતિ બની ગયા હશે અને તેમની રકમ વધીને 1,05,57,000એક કરોડ પાંચ લાખ 57 હજાર રૂપિયા થઈ ગઈ હશે.
જોકે,છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકમાં ભારે ઘટાડો નોંધાવાનું યથાવત છે પરંતુ છેલ્લા બે કારોબારી સત્રમાં કંટીન્યુઅસલી ક્રેશ થઈ ગયા છે.14040 કરોડ રૂપિયાની કુલ માર્કેટ કેપ ધરાવતી આ કંપનીનો 52અઠવાડિયાનો ઉચ્ચ સ્તર 1054.20 રૂપિયા છે, જ્યારે નીચું સ્તર 414.15 રૂપિયા નોંધાયું હતું.
પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટનો શેર કેમ તૂટી પડ્યો?
પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના શેરના ભાવમાં સતત ઘટાડા પાછળ ઘણા કારણો છે. ગયા અઠવાડિયે કંપનીએ સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે તેની આવક વૃદ્ધિની આગાહી ઘટાડી દીધી છે.પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટે આ વર્ષ માટે તેનો અંદાજ રૂપિયા 7200 કરોડથી ઘટાડીને રૂ. 6550-6650 કરોડ કર્યો છે.


