રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં તેમને જીવનું જોખમ હોવાનું કહ્યુ હતુ. અને બે નેતાઓ તેમને ધમકી આપી રહ્યા હોવાનું પણ જણાવ્યુ હતુ.
ત્યારે રાહુલ ગાંધીના વકીલ મિલિંદ દત્તાત્રય પવારે રાહુલને ધમકી મળી હોવાનું કોર્ટમાં કહ્યુ હતુ. હવે આ સમગ્ર મામલે કૉંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા કરી છે.
પરવાનગી વિના નિવેદન?
કોંગ્રેસે પુણે કોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા દાખલ કરાયેલા લેખિત નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. જેમાં તેમના જીવને જોખમ હોવાનું કહેવામાં આવ્યું હતું. પાર્ટી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ નિવેદન રાહુલ ગાંધીની સંમતિ વિના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. સુપ્રિયા શ્રીનેતેના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીના વકીલે તેમની સાથે વાત કર્યા વિના કે તેમની પરવાનગી લીધા વિના કોર્ટમાં આ લેખિત નિવેદન દાખલ કર્યું હતું.
જેમાં તેમના જીવને જોખમ હોવાનું જણાવવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી આ સાથે સખત અસંમત છે. કોંગ્રેસનું કહેવું છે કે કોર્ટમાંથી આ નિવેદન પાછું ખેંચવામાં આવશે. રાહુલ ગાંધીની સુરક્ષા અને રાજકીય વિરોધીઓ સાથેના તેમના વિવાદો અંગે ઘણા નિવેદનો બહાર આવ્યા ત્યારે આ મામલો ચર્ચામાં આવ્યો હતો.
સુપ્રિયા શ્રીનેતેએ શું કહ્યુ ?
હવે પક્ષના આ વલણનો ઉપયોગ વિપક્ષી છાવણીમાં રાજકીય હથિયાર તરીકે થઈ શકે છે. કારણ કે અગાઉ કોર્ટમાં આપવામાં આવેલા જીવલેણ જોખમના નિવેદનથી રાજકીય હલચલ વધી ગઈ હતી. પરંતુ કોંગ્રેસના યુ-ટર્નથી વાર્તાની દિશા બદલાઈ ગઈ છે. સુપ્રિયા શ્રીનેતે રાહુલ ગાંધીના વકીલનું નિવેદન પણ જાહેર કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, મેં મારા ક્લાયન્ટની સૂચના વિના કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. આમાં જે કંઈ લખ્યું છે તે રાહુલ ગાંધીની સલાહ લીધા વિના તૈયાર કરવામાં આવ્યું હતું. મારા ક્લાયન્ટે આવી અરજી દાખલ કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને તેની સાથે સખત અસંમતિ વ્યક્ત કરી છે.


