ઉત્તર કોરિયાઇ તાનાશાહની બહેન કિમ યો જોંગે દક્ષિણ કોરિયાના દાવાને નકારી કાઢી દીધા છે. કિમ યો જોંગે કહ્યુ કે ઉત્તર કોરિયાઇ સીમ પર કોઇ લાઉડસ્પીકર હટાવવામાં નથી આવી રહ્યા, દક્ષિણ કોરિયાની સેનાએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયા પોતાના કેટલાંક લાઉડ સ્પીકર હટાવી રહ્યા છે.
થોડાં દિવસ પહેલાં દક્ષિણ કોરિયાએ પણ સીમ પર લાગેલા પોતાના લાઉડસ્પીકર હટાવી દીધા હતા.
કિમ યો જોંગે કહ્યુ કે દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે લાંબા સમયથી રોકાયેલી વાત ફરી શરૂ કરવામાં કોઇ જ રૂચિ નથી. તેમણે દક્ષિણ કોરિયા અને અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસને ઉત્તર કોરિયા પ્રતિ શત્રુતાનું પ્રમાણ ગણાવ્યુ છે. કિમે દક્ષિણ કોરિયાઇ સરકાર પર જનતાને ગુમરાહ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. અને કહ્યુ કે ઉત્તર કોરિયાઇ લોકોને સીમા ક્ષેત્રમાં લાગેલા લાઉડસ્પીકરને હટાવવામાં નથી આવ્યુ. અને તે પણ તેને હટાવવા તૈયાર નથી. ઉત્તર કોરિયાનાં નેતા કિમ જૉંગ ઉન પછી તેની બહેન કિમ યો જૉંગને અત્યંત શક્તિશાળી ગણવામાં આવે છે. તેથી તેના આ નિવેદનને ઉત્તર કોરિયાનું ઔપચારિક નિવેદન માનવામાં આવી શકે છે.
દક્ષિણ કોરિયાએ શાંતિ પુનઃસ્થાપિત થવાની આશા વ્યક્ત કરી
આ પહેલા દક્ષિણ કોરિયાના નવા ઉદારવાદી રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે ઉત્તર કોરિયાના પગલાનું સ્વાગત કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે બંને કોરિયન દેશો ધીમે ધીમે વાતચીત અને સંવાદ ફરી શરૂ કરી શકશે. જોકે કિમ યો જોંગના નિવેદન અંગે દક્ષિણ કોરિયાના સંયુક્ત ચીફ ઑફ સ્ટાફના પ્રવક્તા કર્નલ લી સુંગ જૂને જણાવ્યું કે દક્ષિણ કોરિયાની સેના એવા કેટલાક ઉત્તર કોરિયાઈ લાઉડસ્પીકરો હટાવાના નિશાન જોઈ ચુકી છે.
તેમણે ચેતવણી આપી કે ઉત્તર કોરિયાના નિવેદનોથી સરળતાથી પ્રભાવિત ન થવું જોઈએ. કારણ કે તેઓ ઘણી વાર અસત્ય દાવાઓ કરે છે.
અમને અમેરિકા સાથે વાત કરવામાં કોઈ રસ નથી
કિમ યો જૉંગે કહ્યું કે દક્ષિણ કોરિયાઈ મીડિયા કહી રહ્યું છે કે ઉત્તર કોરિયા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થનારી બેઠકના માધ્યમથી વૉશિંગ્ટનને કોઇ કડક સંદેશ આપી શકે છે. પણ કિમે સ્પષ્ટ કહ્યું કે અમારે અમેરિકાને કેમ સંદેશ મોકલવો જોઇએ? ઉત્તર કોરિયાને અમેરિકા સાથે વાતચીતમાં કોઇ જ રસ નથી.
તો બીજી તરફ, ઉત્તર કોરિયા અને રશિયાની સરકારી મીડિયાએ બુધવારે કહ્યું કે કિમ જૉંગ ઉન અને પુતિને ટેલિફોન પર વાત કરી હતી જેમાં બંને દેશો વચ્ચે વધી રહેલા સંબંધો અને યુક્રેન વિરુદ્ધના યુદ્ધના પ્રયાસો અંગે ચર્ચા થઈ. પુતિને આગામી શુક્રવારે અલાસ્કામાં ટ્રમ્પ સાથે થનારી બેઠકની માહિતી પણ કિમ સાથે શેર કરી હતી.


