અમદાવાદમાં મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘોડાસરના પુનિતનગર વિસ્તારમાં ડિમોલિશન કામગીરીથી કંટાળી પગલું ભર્યાની અટકળ વહેતી થઈ છે.
મહિલાએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે. AMC દ્વારા દુકાનને ટાર્ગેટ કરાતો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. ડિમોલિશન રોકવા માટે સ્થાનિકોએ પથ્થરમાર મારો કર્યો હતો. બંદોબસ્ત ફાળવાયો છતા કોર્પોરેશન ટીમ પોલીસ વગર પહોંચી હતી.
અમદાવાદમાં મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ
ઘોડાસર પાસે પુનિત નગર વિસ્તારમાં મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. AMC ડિમોલિશનની કામગીરીથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની અટકળ વહેતી થી છે. AMCના અધિકારીઓ પહોંચ્યા ત્યારે મહિલાએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વારંવાર AMC દ્વારા મહિલાની દુકાનને ટાર્ગેટ કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે.
AMCની ટીમ પર ટોળાએ પથ્થરમારો કર્યો
AMCની ટીમ પર ટોળાએ પથ્થરમારો કરતા કોર્પોરેશનની ગાડીનો કાચ તુટ્યો છે.બંદોબસ્ત ફળવાયો હોવા છતા કોર્પોરેશનની ટીમ પોલીસ વિના પહોંચી હતી. ડિમોલેશન રોકવા માટે પથ્થરમારો બાદમાં મહિલાએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ


