તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘણા દર્શકોના જીવનનો એક ભાગ છે એવું કહી શકાય. કારણ કે આ શો દર્શકોને સતત રમૂજી કહાનીઓથી હસાવે છે અને તેમના જીવનમાં રહેલા તમામ દુ:ખોને ભુલતા શીખવે છે.
આ શો છેલ્લા 17 વર્ષથી ચાલી રહ્યો છે અને TRP લિસ્ટમાં પણ મોખરે છે. નિર્માતાઓ દર વખતે ગોકુલધામ સોસાયટીના જેઠાલાલ, બબીતા જી, ભીડે, પોપટલાલ, ડો હાથી, બાપુજી, ટપ્પુ સેના સાથે જોડાયેલી કહાનીઓ દર્શકો સમક્ષ મૂકે છે પરંતુ હવે ટૂંક સમયમાં સોસાયટીમાં એક નવો પરિવાર આવવાનો છે અને અસિત મોદીએ આ જાહેરાત કરી છે.
ગોકુલધામ સોસાયટીમાં નવા પરિવારની એન્ટ્રી!
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 17 વર્ષ બાદ અસિત કુમાર મોદી શોમાં એક નવો પરિવાર લઈને આવી રહ્યા છે. હવે આ પરિવારમાં કોણ કોણ હશે અને તેઓ કેવી રીતે પ્રવેશ કરશે તે અંગે માહિતી બહાર આવી છે. અહેવાલ મુજબ, તારક મહેતામાં એક નવા પરિવારની ભવ્ય એન્ટ્રી થશે.
શોમાં એક રાજસ્થાની પરિવાર આવશે. તેમાં એક પતિ-પત્ની અને બે બાળકો હશે. તે ચારેય જણા ગોકુલધામ સોસાયટીમાં ઊંટ પર સવારી કરીને પોશાક પહેરીને આવશે. તેમના આગમન સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દર્શકોને હવે શોમાં રાજસ્થાની સંસ્કૃતિ જોવા મળશે. શોની 17મી વર્ષગાંઠ પર અસિત મોદીએ કહ્યું હતું કે એક નવી એન્ટ્રી થવા જઈ રહી છે. હવે આ પરિવારના આગમન સાથે બાકીના સભ્યોનું શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ તન્મય વેકરિયા એટલે કે બાઘાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે જૂના ફોટાઓના કોલાજમાંથી બનાવવામાં આવ્યો છે. તેમાં બાઘા સાથે દિલીપ જોશી પણ જોવા મળી રહ્યા છે. આ ફોટો 18 વર્ષ જૂનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


