ઉત્તરપ્રદેશ વિધાનસભામાં CM યોગીના વખાણ કરનારા મહિલા સાંસદ પૂજા પાલને સમાજવાદી પાર્ટીએ પાર્ટીથી કાઢી મુક્યા છે. તેમની સામે આ કાર્યવાહી પાર્ટી વિરુદ્ધ કામગીરી માટે કરવામાં આવી છે.
પૂજા પાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ખુલ્લી રીતે પ્રશંસા કરી
એક દિવસ પહેલાં ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ‘વિઝન ડોક્યુમેન્ટ 2047’ પર ચાલી રહેલી 24 કલાકની ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય રહી ચુકેલા પૂજા પાલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ખુલ્લી રીતે પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રીએ તેમની વાત સાંભળી અને ન્યાય અપાવ્યો
તેઓએ સભામાં કહ્યું હતું કે તમામને ખબર છે કે તેમના પતિની હત્યા કેવી રીતે અને કોણે કરી હતી. એવા કઠિન સમયમાં મુખ્યમંત્રીએ તેમની વાત સાંભળી અને ન્યાય અપાવ્યો, જેના માટે તેઓ આભાર વ્યક્ત કરે છે.
મારા પતિના હત્યારા અતીક અહમદને મુખ્યમંત્રીએ ખતમ કરવાનું કામ કર્યું
પૂજા પાલે આગળ કહ્યું હતું કે ‘પ્રયાગરાજમાં તેમની જેવી અનેક મહિલાઓને મુખ્યમંત્રીએ ન્યાય અપાવ્યો છે અને ગુનેગારોએ સજા પામી છે. તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના લોકો આજે મુખ્યમંત્રી પર વિશ્વાસ કરે છે. ‘મારા પતિના હત્યારા અતીક અહમદને મુખ્યમંત્રીએ ખતમ કરવાનું કામ કર્યું, અને હું તેમના આ ઝીરો ટોલરન્સ દ્રષ્ટિકોણને પૂરતું સમર્થન આપું છું.’
રાજ્યસભા ચુંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું
જાણકારી પ્રમાણે હમણાં ઉત્તરપ્રદેશમાં થયેલી રાજ્યસભાની ચુંટણીમાં સમાજવાદી પાર્ટીના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું તેમાં પૂજા પાલ પણ હતી. અગાઉ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ત્રણ બળવાખોર ધારાસભ્યો મનોજ પાંડેય, રાકેશ પ્રતાપ સિંહ અને અભય સિંહને પાર્ટીથી બહાર કાઢ્યાં હતાં, પણ તે સમયે પૂજા પાલ સામે કોઈ કાર્યવાહી નહોતી થઈ. હવે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
ફૂલપુર ઉપચુંટણીમાં ભાજપના ઉમેદવાર માટે માંગ્યો મત
સપાના બળખારો ધારાસભ્ય પૂજા પાલ કૌશાંબીની ચયાલ વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. અગાઉ પણ તેમણે ફુલપુર સીટની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દીપક પટેલના માટે મત માંગતી જોવા મળી હતી, જ્યારે આ સીટ પર સીધો મુકાબલો સપા અને ભાજપ વચ્ચે હતો.


