BREAKING NEWS : પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત

0
85
meetarticle

પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક ભયાવહ માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 30 યાત્રાળુઓને ગંભીર ઈજા પહોંચી છે. એક ખાનગી બસ ફુલસ્પીડે આવતી બસ રસ્તાની સાઈડલાઈન પર ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. બસના આગળના ભાગનો બુકડો વળી ગયો હતો. બસમાં સવાર યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા હતા. આ બસ બિહારથી યાત્રાળુઓને લઈને આવી રહી હતી.

સ્થાનિક લોકોએ તુરંત જ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 30 યાત્રાળુઓને ગંભીર ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા

પ્રારંભિક માહિતી અનુસાર, ટ્રક રસ્તાની સાઈડલાઈનમાં ઉભી હતી. ત્યારે અચાનક પાછળથી  બસ અથડાઈ હતી. બસ ફુલ સ્પીડમાં હોવાનું જણાય છે. જો કે, હજી સુધી વાસ્તવિક કારણ જાણી શકાયુ નથી. ઘટનાની જાણ થતાં બર્ધમાન જિલ્લા તંત્ર અને પોલીસ અધિકારીએ તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. ક્રેનની મદદથી બસ અને ટ્રકને અલગ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા થઈ હતી. દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે અકસ્માતનું કારણ જાણવા માટે પ્રત્યક્ષદર્શીઓ અને સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે, રસ્તા પર ટ્રક કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઈટ કે એલર્ટ વિના ઉભુ હતું. બીજી બાજુ બસ પણ ફુલ સ્પીડે આવી રહી હતી. જેના લીધે આ અકસ્માત સર્જાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here