કંગના રનૌત બોલીવુડની ક્વીન કહેવાય છે અને તે હવે અભિનેત્રીમાંથી રાજકારણી બની છે. તે પોતાના જીવન વિશે ખુલ્લેઆમ બોલવામાં ક્યારેય ખચકાટ અનુભવતી નથી તેથી તેનું જીવન ઘણીવાર તેના વ્યાવસાયિક કાર્યની જેમ જ બધાનું ધ્યાન ખેંચે છે.
કંગના રનૌતે આરોપો પર મૌન તોડ્યું
ઘણા વર્ષો પહેલા કંગના રનૌત આદિત્ય પંચોલી સાથેના સંબંધમાં હોવાનું કહેવાય છે. અભિનેતા પરિણીત હતા અને ઝરીના વહાબથી તેમના બાળકો હતા. વર્ષો બાદ તેણીએ ઋતિક રોશનને ડેટ કરવાનો દાવો કર્યો હતો જેના બે પુત્રો પણ છે. કંગના રનૌત પર ટ્રોલ્સ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે ‘બાળકો ધરાવતા પરિણીત પુરુષોની શોધમાં છે’. હવે અભિનેત્રીએ પહેલીવાર આ આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે.
કંગનાએ પરિણીત પુરુષ સાથેના સબંધો અંગે આપી પ્રતિક્રિયા
કંગનાએ આ આરોપનો જવાબ આપ્યો અને સમજાવ્યું કે સમાજ હંમેશા સ્ત્રીનો ન્યાય કરવા અને તેને દોષી ઠેરવવામાં ઉતાવળ કરે છે. જ્યારે તમે સિંગલ અને મહત્વાકાંક્ષી હોવ છતાં બાળકો ધરાવતો પરિણીત પુરુષ તમને આકર્ષિત કરે ત્યારે તમે જ સંબંધમાં કોઈના પ્રેમમાં પડી રહ્યા છો. પુરુષનો વાંક નથી, લોકો હંમેશા સ્ત્રીને દોષ આપવા માટે કોઈને કોઈ રસ્તો શોધે છે. બળાત્કાર પીડિતોને જુઓ, જેમને ચોક્કસ પ્રકારના કપડાં પહેરવા અથવા મોડી રાત સુધી બહાર રહેવા માટે દોષિત ઠેરવવામાં આવે છે. આ બધું ખોટી માનસિકતાનું પ્રતીક છે.


