SURENDRANAGAR : બાવળાના વાસણા-ઢેઢાળ ગામે દેશી દારૃની ભઠ્ઠી પર જનતા રેડ

0
89
meetarticle

બાવળાના વાસણા ઢેઢાળ ગામે ચાલતા દેશી દારૃની ભઠ્ઠીઓ પર પોલીસે કાર્યવાહી નહીં કરતા ગામવાસીઓએ જનતા રેડ કરી હતી. ગ્રામજનોએ દરોડો પાડી ૧૮ લીટર દેશી દારૃ, ૧૦૦ લીટર દારૃ ગાળવાનો વોશ ઝડપી પાડયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાના વાસણા-ઢેઢાળ ગામે આંબાવાડી ફળિયુમાં જયંતિભાઇ ભગાભાઇ ચુનારાની દેશી દારૃની ભઠ્ઠીઓ પર સ્થાનિક લોકોએ જનતા રેડ કરતા પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. આ રેડ દરમિયાન એક રિક્ષામાંથી તૈયાર થયેલો ૧૮ લીટર દેશી દારૃ, ૧૦૦ લીટર દેશી દારૃ ગાળવાનો વોશ મળી કુલ રૃ.૬૦૦થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા આ બાબતની જાણ થતા બાવળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે, આ ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા છે. આ દેશી દારૃની ભઠ્ઠીઓ કોની રહેમનજર હેઠળ આટલા લાંબા સમયથી ધમધમી રહી હતી તે એક મોટો પ્રશ્ન છે? પોલીસને ખૂણે-ખાચરે ચાલતા જુગાર દેખાઈ જાય છે, તો પછી ગામની વચ્ચોવચ ચાલતી આ દારૃની ભઠ્ઠીઓ કેમ નજરે ન પડી? સ્થાનિક લોકોની હિંમત અને જાગૃતિને કારણે આ દારૃનો વેપલો સામે આવ્યો છે, પરંતુ પોલીસ તંત્ર આ બાબતે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here