BREAKING NEWS : મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત

0
77
meetarticle

મહારાષ્ટ્રના મુંબઈમાં  ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા, સાયન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવામાન વિભાગે આફત જેવા વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જારી કર્યું છે. દરમિયાન ભારે વરસાદને કારણે વિક્રોલીમાં ભૂસ્ખલન થયું. જેના કારણે 2 લોકોના મોત થયા. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભૂસ્ખલન થતાં બેના મોત

માહિતી અનુસાર આ ભૂસ્ખલન મુંબઈના વિક્રોલી (પશ્ચિમ) માં જન કલ્યાણ સોસાયટી, વર્ષા નગર વિક્રોલી પાર્ક સાઇટમાં થયું હતું. બીએમસીએ જણાવ્યું હતું આ ભૂસ્ખલનને કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 2 અન્ય ઘાયલ થયા છે. ભૂસ્ખલન બાદ, નજીકના લોકો ગભરાઈ ગયા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here