GUJARAT : કરજણ ડેમના બે ગેટ ખોલાયા, ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો , ડેમ હાલ 69.45 ટકા ભરાયો

0
136
meetarticle

ભરૂચ નર્મદાના ખેડૂતો ની જીવાદોરી કરજણડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધતા રુલ લેવલ જાળવવા માટે આજે કરજણ ડેમના બે ગેટ ખોલાયા હતા
કરજણ ડેમના ગેટ નં. 3 અને 5 (0.40) મીટર ના બે ખોલવામાં આવ્યાં છે

ડેમમાં પાણીની આવક 6129.00 ક્યૂસેક નોંધાઈ છે.કરજણડેમના હેઠવાસમાં આશરે 3851 ક્યુસેક્સ પાણીની જાવક થઈ રહી છે.
કરજણ ડેમની સપાટી109.09 મીટર નોંધાઈ છે.કરજણ ડેમ હાલ 69.45 ટકા ભરાયો છે.

ડેમનું લાઈવ સ્ટોરેજ લેવલ 350.17 MCM( મિલિયન ઘન મીટર) છે તોગ્રોસ સ્ટોરેજ લેવલ 374.18 MCM (મિલિયન ઘન મીટર) નોંધાયો છે.હાઇડ્રો પાવર દ્વારા નદીમાં ડિસ્ચાર્જ વોટર 425.00 ક્યુસેક છોડાઈ રહ્યું છે
કુલ જાવક 3873 ક્યુસેક નોંધાઈ
છે.

REPOTER :દીપક જગતાપ,રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here