એશિયા કપમાં ભારતને પાકિસ્તાન, સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનની સાથે ગ્રુપ એમાં રાખવામાં આવ્યા છે. ભારતીય ટીમનું અભિયાન 10 સપ્ટેમ્બરે શરૂ થશે. જ્યારે તે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સંયુક્ત આરબ અમીરાત સામે રમશે.
ભારતીય ટીમનું એલાન 19 ઓગસ્ટે થશે
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે અને તેની ટાઇટલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.એશિયા કપ આ વખતે સંયુક્ત અરબ અમીરાતના બે શહેરો અબૂ ધાબી અને દુબઇમાં આયોજીત કરવામાં આવ્યો છે. એશિયા કપ માટે ભારતીય ટીમનું એલાન 19 ઓગસ્ટે કરવામાં આવી શકે છે. જેના પર દરેક લોકોની નજર ટકેલી છે.
ભારતીય ટીમને મોટી રાહત મળી
એશિયા કપ પહેલાં ભારતીય ટીમને મોટી રાહત મળી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફીટ થઇ ગયા છે અને તે ટીમ ઇન્ડિયાની કમાન સંભાળવા તૈયાર છે. સૂર્યકુમાર યાદવ ભારતીય ક્રિકેટ નિયત્રંણ બોર્ડના સેન્ટર ઓફ એક્સિલેન્સમાં રિહેબમાં હતા. જ્યાં તેમણે ફિટેનસ ટેસ્ટ પાસ કરી લીધી છે. સૂર્યકુમાર હવે એશિયા કપ માટે મુંબઈમાં યોજાનારી પસંદગી સમિતિની બેઠકમાં ભાગ લેશે.
પસંદગી સમિતિની બેઠકમાં પણ સામેલ થશે
બીસીસીઆઇના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે પોતાની ફિટનેસ ટેસ્ટ સાબિત કરી લીધી છે અને એશિયા કપમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવા માટે તૈયાર છે. મહત્વનું છે કે કેટલાંક દિવસ પહેલાં સૂર્યકુમાર યાદવ COEમાં હતા. જ્યાં તેઓ રિહેબ પ્રોસેસમાંથી નીક્ળ્યા. હવે તેમને ફિટ જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે તે પસંદગી સમિતિની બેઠકમાં પણ સામેલ થશે.