પીએમ શ્રી નરેન્દ્ર મોદીજીના “ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયા” સૂત્રથી પ્રેરિત વડોદરાનો સૌથી નાનો કરાટે ચેમ્પિયન — 6 વર્ષનો સારવ શાહ — એ સ્વતંત્રતા દિવસના પાવન પ્રસંગે અનોખી સિદ્ધિ હાંસલ કરી.
ગુજરાત સરકાર સંકુલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વાઘોડિયા રોડથી વડોદરા પોલીસ કમિશનર ઓફિસ સુધીની 6.1 કિ.મી. સાયકલ યાત્રા પૂર્ણ કરી, સારવે પ્રકૃતિના ફૂલોથી પ્રેરિત વિશેષ ધ્વજ તૈયાર કર્યો. આ ધ્વજ તેમણે આપણી સેવા માટે હંમેશા તત્પર વડોદરા પોલીસ જવાનને સમર્પિત કર્યો.
સારવ શાહની આ યાત્રા દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે કે ફિટનેસ જીવનની પ્રથમ આવશ્યકતા છે.


