વિશાલ ભારદ્વાજની શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની મુખ્ય ભૂમિકાઓ ધરાવતી ફિલ્મ ‘રોમિયો’માં હવે અવિનાશ તિવારીની પણ એન્ટ્રી થી હોવાનું કહેવાય છે.
અવિનાશની વિશાલ ભારદ્વાજ તથા શાહિદ કપૂર સાથે આ બીજી ફિલ્મ હશે. જોકે, તૃપ્તિ ડિમરી સાથે તે બીજીવાર સ્ક્રીન કરશે. અવિનાશ અને તૃપ્તિ બંને જ્યારે ઓટીટીથી પણ બહુ જાણીતાં ન હતાં થયાં ત્યારે તેમણ ઈમ્તિયાઝ અલીની ‘લૈલા મજનૂ’માં સાથે કામ કર્યું હતું. બાદમાં બંને કલાકારો ઓટીટી થકી લોકપ્રિય બન્યા પછી ‘લૈલા મજનૂ’ ફરી રીલિઝ કરવામાં આવી હતી અને ત્યારે આ ફિલ્મને અનેકગણી સફળતા મળી હતી.
આ ફિલ્મને અગાઉ ‘અર્જુન ઉસ્તરા’ નામ અપાયું હતું પરંતુ હવે તેનું નામ બદલીને ‘રોમિયો’ કરાયું છે. ફિલ્મમાં દિશા પટાણીનો પણ કેમિયો હશે.



