હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે શક્તિપીઠ અંબાજી થી સાત કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિરમાં ચાર ઓગસ્ટના રોજ જોધપુરના ફક્ત દિનેશભાઈ ગોસ્વામી દ્વારા 18 કિલો વજનનું શુદ્ધ ચાંદીનું થાળ 21 લાખ રૂપિયાની કિંમતનું ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. જેની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી, આજે પંદર દિવસ બાદ કોટેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રે આવેલા ત્રણ તસ્કરો શુદ્ધ ચાંદીનું થાળું ચોરી કરીને ભાગી રહ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટના અધિકારીઓને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી અને ડોગ સ્કોડ ની મદદ લીધી હતી.
કોટેશ્વર મંદિર ખાતે મોડી રાત્રે થયેલી મહાદેવનું થાળું ચોરીને લઈ અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે. પાલનપુર થી ડોગ સ્કોડની ટીમ ડોગ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ડોગ સ્કોડ દ્વારા કોટેશ્વર મહાદેવ મંદિરમા ડોગ દ્વારા અલગ અલગ જગ્યાએ ચોરોને શોધવા માટે તપાસ કરવામાં આવી અને મંદિર થી જંગલ તરફ જવા રસ્તાઓ પર ડોગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે . હજી સુંધી ચોરોનું કોઈપણ સુરાગ નથી મળ્યો.
સીસીટીવી ફૂટેજ મા રાત્રે 12.10 પર કોટેશ્વર મહાદેવ મંદિર મા 3 ચોરો પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે અને 3 મિનિટ બાદ મંદિર ના ગર્ભગૃહમાંથી મહાદેવનું થાળું ચોરી કરી લઈ જતા નજરે પડી રહ્યા છે. તમામ ચોરો કોટેશ્વર મહાદેવ મંદિર મા બૂટ ચંપલ પહેરીને ચોરીને અંજામ આપ્યો હતો. આજ વહેલી સવારથી શિવ ભક્તો શિવ મંદિરમાં પૂજા કરી શક્યા હતા નહીં.



