RAJPIPALA : ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવતા રાજેશભાઈ વસાવાનો અનોખો પર્યાવરણનો સંદેશો.

0
56
meetarticle

ગણેશચતુર્થી નજીક આવતા ગણેશ ભક્તો અને ગણેશ આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો. લોકોમાં પરિઆવરણ પ્રત્યે જાગૃતિ આવી છે જેને કારણે ક્રમશ: પીઓપીની મૂર્તિઓનું ચલણ ધીરે ધીરે ઘટી રહ્યું છે.અને હવે લોકો માટીની મૂર્તિઓ પાણીમાં ઓગળી જતી હોવાથી માટીની મૂર્તિ તરફ વળ્યાં છે. પણ માટીની મૂર્તિ ખૂબ મોંઘી હોય છે અને તૂટી જવાનો ડર હોય છે. તેથી તેના નવા વિકલ્પ તરીકે નર્મદાના ગૌ શાળા ચલાવતા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ગૌપશુ પાલક વિજેતા રાજેશભાઈ વસાવા ગીરની ગાયના છાણમાંથી ગણેશ મૂર્તિ બનાવી રહ્યાં છે.

રાજેશભાઈના જણાવ્યા અનુસાર આનો મોટો ફાયદો એ છે કે એક પ્રકારના ઝાડના રસ સાથે ભેળવી ગાયના છાણ માંથી બનાવેલી મૂર્તિ 100%ઈકો ફ્રેન્ડલી મૂર્તિ છે વજનમાં ખૂબ જ હલકી, લઈ જવામાં સરળતા,મૂર્તિનું કદ બહુ મોટુ નથી એક થી દોઢ ફૂટની આ વખતે રાજેશભાઈએ 5000જેટલી મૂર્તિઓ બનાવી છે. જે ચપોચપ ઉપડી જાય છે. હાલ રાજપીપલા ચંદ્રવીલા સોસાયટીમાં તેમના નિવાસસ્થાનેથી ઓર્ડર આપેલ મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
રાજેશભાઈના જણાવ્યા અનુસાર ગાયના છાણમાંથી બનાવેલ મૂર્તિ નદીમાં વિસર્જન કરવાની જરૂર નથી પણ ઘરમાંજ ડોલમાં વિસર્જિત કરવાથી એ પાણીમાં સહેલાઇથી ઓગળી જાય છે અને એનું પાણી ફૂલ ઝાડના કુંડામાં, ખેતરકે બગીચામાં રેડી દેવાથી એ ઓર્ગેનિક ખાતર બની જાય છે. આમ કરવાથી ભક્તો દ્વારા પરિઆવરણ ની મોટી સેવા થાય છે અને નદીને પ્રદુષિત થતી અટકાવી રાજેશભાઈ પરિઆવરણનો સંદેશો ઘરે ઘરે લોકો સુધી પહોંચાડી રહ્યાં છે.

બીજી તરફ એક મહિનાથી તાલીમ પામેલી બહેનો મૂર્તિઓ બનાવવાનું અને તેને શણગારવાનું કામ કામ 25 થી બહેનો કરી રહી છે. તેમને રોજગારી પણ મળી રહી છે.
લોકોમાં છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ની સ્થાપના કરતાં થઈ જતા લોકોમાં ફ્રેન્ડલી મૂર્તિ પ્રત્યે પર્યાવરણલક્ષી બદલાવ
આવી રહ્યો હોવાનું રાજેશભાઈ એ જણાવ્યું હતું.

Repoter : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here