બનાસકાંઠાના પાલનપુર-આબુરોડ હાઇવે પર આવેલ ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો દ્વારા ટોલ ફ્રીની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા હતા અને બે કિલોમીટર લાંબી રેલી યોજી હતી ત્યાર બાદ ખેડૂતો ટોલ પ્લાઝા પર સભા યોજી અને કહ્યું કે આજે તો ખેડૂતોનું શાંત દેખાવ છે પરંતુ જો માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે જ્યારે ટોલ પ્લાઝાના મેનેજરનું નિવેદન છે કે ખેડૂતોની માગણીઓ નેશનલ હાઈવે ઓથોરિટી ને પહોંચાડી છે અને એ નિર્ણય લેશે એ પ્રમાણે માન્ય રહેશે
પાલનપુર આબુ રોડ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા નજીક આજે ખેડૂતોનો માહોલ જુદો જ જોવા મળ્યો. ટોલ ફ્રી કરવાની માગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતોની બે કિલોમીટર સુધી રેલી યોજાઈ હતી ખેડૂતોની મુખ્ય માગ છે કે ટોલ પ્લાઝાની આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારમાં આવતા વાહનચાલકોને ટોલ ફ્રી કરવામાં આવે.
ખેડૂતોએ ખેમાણા ટોલ પ્લાઝા નજીક સભા યોજીને પોતાની માંગ ઉઠાવી હતી જ્યારે આજે હજારથી વધુ ખેડૂતોએ રેલી અરજી હતી અને માગણી કરી હતી ત્યારે ટોલ પ્લાઝા ખાતે એક સભા પણ કરી હતી અને કહ્યું હતું કે આજે તો શાંત રેલી કરી છે ખેડૂતોએ પરંતુ જો ખેડૂતોની માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં આક્રમક આંદોલન પણ કરીશું
અગાઉ પણ 30 ગામના સ્થાનિક ખેડૂત આગેવાનોએ ટોલ ફ્રી મુદ્દે રજૂઆત કરી હતી અને આજે પણ રેલી નીકાળી અને ટોલ ફ્રી મુદ્દે રજૂઆત કરી છે ત્યારે ટોલ પ્લાઝા ઓથોરિટીનું કહેવું છે કે આ ખેડૂતોની માગણી છે એ નેશનલ હાઈવે ઓથોરિટી ને પહોંચાડી છે અને નેશનલ હાઈવે ઓથલિટી જે નિર્ણય લેશે તે માન્ય રહેશે
અહેવાલ-દિપક પુરબીયા




