એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત હજી સુધી થઈ નથી.આ ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાનો સ્ક્વોડ 19 ઑગસ્ટના રોજ સામે આવી શકે છે. ટીમ પસંદગી માટે પસંદગી સમિતિની બેઠક મુંબઈમાં યોજાશે. ત્યાર બાદ જ જાણવા મળશે કે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં કયા-કયા ખેલાડીઓ રમશે અને કયા ખેલાડીઓને ડ્રોપ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, પસંદગી સમિતિની બેઠકમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ સામેલ થઈ શકે છે. એવા પણ રિપોર્ટ છે કે, પસંદગી સમિતિ એવા ત્રણ મહત્ત્વના નિર્ણયો લઈ શકે છે જે ક્રિકેટના ચાહકોને આશ્ચર્યમાં મૂકી શકે છે. આવો જાણીએ આ નિર્ણય વિશે.
1. શુભમન ગિલ થઈ શકે છે ડ્રોપ
રિપોર્ટ અનુસાર, શુભમન ગિલ માટે એશિયા કપ 2025 માટે ટીમમાં કોઈ જગ્યા નથી. પસંદગી સમિતિ અભિષેક શર્મા અને સંજૂ સેમસનની જોડીને ઓપનર તરીકે ઉતારી શકે છે. ત્યારે યશસ્વી જાયસ્વાલ ઓપનિંગ માટે ત્રીજો વિકલ્પ છે. જોકે ગિલને તક મળી શકે છે જો ગંભીર તેની પસંદગી માટે અડી રહે તો. જો એવું થયું તો યશસ્વીને ફરી ડ્રોપ કરવામાં આવી શકે છે.
2. મોહમ્મદ સિરાજ માટે પણ જગ્યા નથી
રિપોર્ટ પ્રમાણે જસપ્રીત બુમરાહને આ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવી શકે છે. સિરાજની પસંદગી પડકારરૂપ બની ગઈ છે. બીજા પેસ બોલર્સના વિકલ્પ માટે અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણાનો વિકલ્પ છે. મોહમ્મદ શમીને પણ પસંદ કરવામાં આવી શકે છે.
3. શ્રેયસ અય્યરને ફરી ડ્રોપ કરાશે?
IPL 2025માં મિડલ ઓર્ડરમાં શાનદાર પ્રદર્શન કરનાર શ્રેયસ અય્યરને T20I એશિયા કપ પસંદગી માટે ડ્રૉપ કરવામાં આવી શકે છે. તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને રિન્કુ સિંહને મિડલ ઓર્ડર માટે પસંદ કરવામાં આવી શકે છે, જ્યારે શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરને ઑલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા સાથે ટીમમાં જગ્યા મળી શકે છે.


