મહેસાણામાં ધરોઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલમાં ડેમમાં 2431 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની હાલની સપાટી 88.65 ટકા પર પહોંચી છે. ધરોઈ ડેમની કુલ જળસપાટી 188.695 મીટર છે.
ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલમાં ડેમમાં 2431 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા પીવાના અને સિંચાઈના પાણી માટે પર્યાપ્ત જથ્થો છે.
ધરોઈ ડેમના વિસ્તારમાં સિઝનનો કુલ વરસાદ 984.00 મીમી નોંધાયો છે.


