યાત્રાધામ પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં મોસમનું પ્રથમ ભારે પૂર ..
પૂરના નવા જળને લઈ પ્રાચી તીર્થ ભૂદેવ ગોર મહારાજે પવિત્ર વેદમંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરી,
જળમાં શ્રીફળ અર્પણ કરી સરસ્વતી માતાને જયજયકાર સાથે વંદન કરીને વધામણા કર્યા.
પૂર્વવાહિની સરસ્વતી નદી, જે મોક્ષપીપળાના સાનિધ્યે કુંડમાં વહે છે, એ સ્થળે પ્રાચીન યુગથી પિતૃ શ્રાદ્ધ વિધિ કરવાનો મહિમા રહ્યો છે.
આ પવિત્ર સ્થળે પૂરના જળને જોવા માટે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો.
REPOTER : દિપક જોષી દ્વારા પ્રાચી


