શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કિર્તીલાલ શાહ આર્ટસ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ થરાના વાણિજય વિભાગ દ્વારા તારીખ 12/08/2025 ને મંગળવાર રાત્રે 8:00 વાગ્યાથી બુધવાર સવારે તા: 14/08/2025 દરમ્યાન 50 વિદ્યાર્થીઓ અને 6 સ્ટાફ મિત્રો સાથે શૈક્ષણિક પ્રવાસ કોલેજના આચાર્ય ડૉ. ડી.એસ. ચારણના સૂચન અને પરામર્શમાં રહીને વાણિજ્ય વિભાગના અધ્યક્ષ પ્રા. ડૉ. દેવેન્દ્રસિંહ ડી ઝાલાના માર્ગદર્શન અને સંકલનમાં યોજાયો. વિદ્યાર્થીઓમાં એકતા-અખંડિતતા દેશદાઝ અને પર્યાવરણ પ્રેમ તેમજ આધ્યાત્મિક અને સામાજિક સમજ કેળવાય તેવા ઉમદા હેતુથી રાજપીપળાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અને સ્વામિનારાયણ નીલકંઠધામ પોઇચા મુકામે યોજાઈ ગયો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ સાહેબની 182 મીટરની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાના દર્શન કર્યા. અને સરદાર સાહેબના ગુણોને આત્મસાત કરવા પ્રયત્ન કર્યો. જંગલ સફારી દ્વારા કુદરતના ખોળે જઈ કુદરતનું સાનિધ્ય માણ્યું. વેલી ઓફ ફ્લાવર થકી વિવિધ ફૂલ ઝાડની ઓળખ-પરખ કરી તેના ગુણો અને ઔષધિય માર્ગદર્શન મેળવ્યુ. તે ઉપરાંત પોઇચા ખાતે સ્વામિનારાયણ ભગવાન(નીલકંઠ મહારાજ)ના ભાવપૂર્વક દર્શન કર્યા અને નીલકંઠ ધામ ખાતે વિશાળ આધ્યાત્મિક પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થયા. આવતા જતા વિદ્યાર્થીઓએ સાચા અર્થમાં સામાજિક સમરસતાના દર્શન કરાવ્યા. અંતાક્ષરી અને ગીતોની રમઝટ માણી. આ પ્રવાસમાં વાણિજ્ય વિભાગના પ્રા. ડૉ. દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રા. પૂજાબેન ગામીત, પ્રા. સોનલબેન પ્રજાપતિ, ગ્રંથપાલ હેમાંગભાઈ પરમાર અને અર્થશાસ્ત્ર વિભાગમાંથી ડૉ.રાજેશકુમાર ખાંટ, અને ગુજરાતી વિભાગમાંથી પ્રા.ડૉ.નરેશભાઈ ભૂરીયાએ પ્રવાસ આયોજનમાં ખૂબ જ રસ દાખવી પ્રવાસને સુચારુ અને સફળ બનાવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઇચા બંને જગ્યાએથી વિધાર્થીઓને ટિકિટમાં રાહત પણ મળેલ. આ 36 કલાકનો પ્રવાસ સૌ કોઈ માટે આનંદપ્રદ અને અનુભવોનું જીવનપાથેય બની રહ્યો. વિદ્યાર્થીઓએ ખૂબ મજા માણી અને બંને સમયે ભોજનનો રસાસ્વાદ પણ માણ્યો. આમ આ પ્રવાસ સૌ કોઈ માટે ચીર સંભારણું બની રહેશે.


