GUJARAT : આહવા ક્રાંતિનગર હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સ્વખર્ચે પેવરબ્લોક નાખતાં ભક્તોમાં આણંદની લાગણી

0
75
meetarticle

ડાંગ જિલ્લાના આહવા નગરના ક્રાંતિનગર હનુમાનજી મંદિરના પટાંગણમાં વારંવાર પાણી ભરાઈ જતા કાદવ ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હતી. ક્રાંતિનગરના રહેવાસીઓ અને મંદિરના ભક્તોની રજૂઆત ને ધ્યાને રાખી આહવા ગ્રામપંચાયતના ઉપસરપંચ હરિરામ સાવંત તથા વોર્ડના સભ્યો દ્વારા સ્વખર્ચે પેવરબ્લોકના નવીનીકરણ કામનો આજ રોજ નારીયલ ફોડી ને શુભારંભ કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે ક્રાંતિનગરના રહેવાસીઓ દિનેશભાઈ, પરસ્યાભાઈ, ગૌતમભાઈ, દક્ષાબેન, ઉમેશભાઈ, ધર્મેશભાઈ તેમજ આહવા ગ્રામપંચાયતના ઉપસરપંચ તથા વોર્ડ નંબર ૧૩ ના સભ્ય મનિષાબેન, યશુમતીબેન,અપ્પુભાઈ, સરલાબેન, રાહુલભાઈ, જયેશભાઈ, બોન્ડેભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મંદિર પરિસર માં નવા પેવર બ્લોક બેસાડતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here