અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસે તાજેતરમાં નોંધાયેલા સીસા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી રૂ. 2,43,250/-ની કિંમતનો 1,390 કિલોગ્રામ સીસાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
ગત તારીખ 18 જૂન, 2025 ના રોજ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જી.એસ.ટી. વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી એક ટ્રકમાંથી સીસાનો જથ્થો ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની તપાસ દરમિયાન, પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે:
+ સુનિલભાઈ મીઠાલાલ પીનાકીયા (ઉંમર 50): રહે. ક્રિસ્ટલ લિવિંગ રેસીડેન્સી, કાપોદ્રા પાટિયા, જી.આઈ.ડી.સી, અંકલેશ્વર. (મૂળ રહે. પોડલા ગામ, તા. સાડા, જી. ભીલવાડા, રાજસ્થાન)
+ નિશાર એહમદ બહેતુલ્લા ખાન (ઉંમર 47): રહે. તળાવડી ફળિયું, સરદાર આવાસ, કાપોદ્રા ગામ, અંકલેશ્વર.
પોલીસે આ બંને આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ 1,390 કિલોગ્રામ સીસાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


