AHMEDABAD : જન્મ-મરણ નોંધણી માટે “ઇ-ઓળખ” એપ્લીકેશનમાંથી ભારત સરકારના “CRS ” Portal પર સ્વિચ ઓવર થશે

0
95
meetarticle

અમદાવાદ જિલ્લામાં સીવીલ રજીસ્ટ્રેશન સીસ્ટમ (CRS Portal) હેઠળ જન્મ-મરણ નોંધણી પ્રકિયા માટે ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ આપવામાં આવી.

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સીવીલ રજીસ્ટ્રેશન સીસ્ટમ (CRS Portal) હેઠળ જન્મ-મરણ નોંધણી પ્રકિયા માટે ફરજ બજાવતા અમદાવાદ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓની તાલીમનું આયોજન તા.૧૮-૦૮-૨૦૨૫ અને તા.૧૯-૦૮-૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું હતું‌‌. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ વિદેહ ખરે તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર દ્વારા સબંધિત તમામ તાલુકા કક્ષાએ તેમજ નગરપાલિકા કક્ષાએ અને કેન્‍ટોનમેન્‍ટ બોર્ડમાં જન્મ-મરણની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓને તથા પી.એચ.સી., સી.એચ.સી. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ, ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ ના મેડીકલ ઓફીસરો તેમજ ઓપરેટરોને CRS પોર્ટલની તાલીમ આપવામાં આવી હતી. હવેથી ગુજરાતમાં જન્મ-મરણ નોંધણીની કામગીરી માટેની ઇ-ઓળખ એપ્લીકેશનમાંથી ભારત સરકારના CRS Portal પર સ્વિચ ઓવર થનાર હોઈ હવે પછી તેની પર કામગીરી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી દ્વારા તા.૩૧/૦૫/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારની જન્મ-મરણ નોંધણીની કામગીરી માટેની ઇ-ઓળખ એપ્લીકેશનમાંથી ભારત સરકારનું CRS Portal અપનાવવા માટે મંજુરી આપવામાં આવેલ છે. CRS Portal માં તમામ સરકારી હોસ્પિટલોને જન્મ-મરણ નોંધણી યુનીટ તરીકે ગણવામાં આવેલ છે. જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રારે તેમજ સબરજીસ્ટ્રારે તેમની પ્રોફાઈલમાં વિગતો ભરી તેમની સહી upload કરવાની રહેશે. બાળકના જન્મના પ્રમાણપત્રની વિગતો સાથે હોસ્પિટલ દ્વારા ડીસ્ચાર્જ સર્ટીફીકેટ પોર્ટલ પર upload કરવાનું રહે છે. બાળકના મૃત જન્મના સમયે હોસ્પિટલ દ્વારા તબીબી અહેવાલ પોર્ટલ પર upload કરવાનું રહે છે તેમ અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારે જણાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here