કાંકરેજ તાલુકાના તેરવાડા ફીડરની શિરવાડા જ્યોતિગ્રામ લાઈનમાં વારંવાર ફોલ્ટ થવાના કિસ્સા વર્ષોથી સામે આવી રહ્યા છે. સામાન્ય વરસાદમાં પણ વીજપોલ ધરા સાઈ થયો છે..આનું મુખ્ય કારણ વિજકર્મીઓની બેદરકારી છે. સરકાર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવા માટે આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ જવાબદાર વિજકર્મીઓ માત્ર રોડે રોડે ફરીને કામગીરીનો સંતોષ માને છે. આ લાઈનમાં ઘણી જગ્યા પર વિવિધ જગ્યા પર ઝાડ અને વેલાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. ઘણી જગ્યા પર વીજવાયરો પણ ઢીલા જોવા મળી રહ્યા છે.કેટલીક જગ્યા પર વીજપોલ પણ ડેમેજ હાલત જોવા મળી રહ્યા છે. આ માટે ગ્રામજનો દ્વારા વારંવાર હેલ્પરોને ફોન કરવામાં આવે છે પણ ફોન રિસીવ કરતા નથી. હાલ ગરમી અને ચોમાસાની સિજન હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. આ બાબતે ગ્રામજનોએ ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે.
REPORTER : માનસિંહ ચૌહાણ કાંકરેજ


