GUJARAT : ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકાનાં મનોદિવ્યાંગ બાળકો સાથે પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી જીની 81મી જન્મજયંતીની ધોળકા શહેર કોંગ્રેસ દ્વારા ઊજવણી.

0
85
meetarticle

ન્યુ વે એજ્યુકેશનલ ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકાના મનોદિવ્યાંગ બાળકો સાથે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા, રાજીવ ગાંધીજીની 81મી જન્મજયંતિ 20 ઓગસ્ટના રોજ ધોળકા શહેર અને જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા જન્મદિવસની સદભાવના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

સંસ્થા પ્રમુખ શ્રી ભાવિન પરમાર સંસ્થાનાં સ્ટાફ તથા દિવ્યાંગ બાળકો અને એમ એસ ડબલ્યુ વિદ્યાર્થિની તક્ષશીલા કૉલેજ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સુતરની આંટી અને બાળકો દ્વારા તૈયાર કરેલ દિવાના પેકેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિમિષાબેન મકવાણા ધોળકા નગરપાલિકા વિપક્ષ નેતા નૂરજહાંબેન સૈયદ કાર્યકારી પ્રમુખ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દિનેશભાઈ મકવાણા
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ ચેરમેન હરીશભાઈ પરમાર હનીફભાઈ મુન્સી કાઉન્સિલર પૂર્વ વિપક્ષ નેતા ધોળકા નગરપાલિકા કાઉન્સિલર સાકીરભાઇ મલેક ફારૂકભાઈ ઘાંચી મિતેશભાઇ મકવાણા પ્રમુખ હાથે હાથ જોડો  પરમાર ઉપપ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહિલા વિભાગ દિનેશભાઈ ઝાલા સામાજિક અગ્રણી ધોળકા તાલુકા અશ્વિનભાઈ ઠક્કર કોંગ્રેસ અગ્રણી દીપ્સ પરમાર યુવા કોંગ્રેસ અગ્રણી દ્વારા સંસ્થાનાં બાળકોને ફ્રૂટ, નાસ્તો આપવામાં આવ્યો હતો.

સંસ્થાનાં મંત્રી શ્રી હરીશ પરમાર દ્વારા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીની 81 મી જન્મજયંતી દિવ્યાંગ બાળકો સાથે સંસ્થામાં ઉજવવામાં આવતાં કોંગ્રેસ સમિતિ નો આભાર વ્યક્ત કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here