SURAT : પીપલોદમાં શ્વાનને ખવડાવવા મુદ્દે ફેશન ડિઝાઇનર મહિલાને સોસાયટીના રહીશોએ માર્યો માર

0
89
meetarticle

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પ્રગતિ નગર સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એક ફેશન ડિઝાઇનર મહિલાને સ્ટ્રીટ ડોગ્સને ખાવાનું ખવડાવવા બદલ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો અને પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો.

માર મારનાર મહિલાની ઓળખ 37 વર્ષીય દામિની કીર્તનદાસ તરીકે થઈ છે.દામિની કીર્તનદાસે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તે નિયમિત રીતે સોસાયટી બહારના રખડતા શ્વાનોને ખાવાનું ખવડાવે છે. આ બાબત સોસાયટીના કેટલાક રહીશોને પસંદ નહોતી. ગઈકાલે જ્યારે તે શ્વાનોને ખાવાનું આપી રહી હતી ત્યારે સોસાયટીના કેટલાક લોકોએ આવીને તેને ધમકાવવાનું શરૂ કરી દીધુ હતું. તે ઉપરાંત દામિની આક્ષેપ કર્યો હતો કે સોસાયટીના રહીશોએ તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.તેમજ સોસાયટીના લોકોએ કહ્યું હતું કે તમે શ્વાનને કેમ ખવડાવો છો? આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આખરે સોસાયટીના રહીશોએ મહિલાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં દામિની કીર્તનદાસને ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પીડિત મહિલાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં પ્રાણીઓ પ્રત્યેના વ્યવહાર અને માનવતા પર સવાલો ઊભા કર્યા હતા.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here