AHMEDABAD : સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ નિર્ણય, સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ

0
88
meetarticle

અમદાવાદ શહેરશહેરના પૂર્વમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીના મૃત્યુની ઘટના બાદ આજે સવારે મોટી સંખ્યામાં સ્થાનિકો-વાલીઓએ ઉગ્ર વિરોધ સાથે તોડફોડ કરતા અને શિક્ષકો-સ્ટાફ સાથે મારામારી કરતા સ્થિતિ ભારે વણસી હતી. હવે વાલીઓ-સ્થાનિકોથી માંડી વિવિધ સંગઠનોના આક્રોશને જોતા સ્કૂલમાં કલાસરૂમ શિક્ષણ થઈ શકે તેમ ન હોઈ ડીઈઓએ સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ આપ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓને નહીં બોલાવાય અને ઓનલાઈન શિક્ષણ થશે.

DEO સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ સ્ટાફની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો

અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા સેવન્થ સ્કૂલને પ્રત્યક્ષ શિક્ષણ ન કરવા આદેશ આપ્યો છે.જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી સ્કૂલને કલાસરૂમ શિક્ષણ ન કરવા અને વિદ્યાર્થીઓને સ્કૂલે ન બોલાવવા માટે સૂચના અપાઈ છે. ડીઈઓ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને લેટર લખીને જણાવ્યુ છે કે હાલની સ્થાનિક પરિસ્થિ અને વાલીઓના આક્રોશને જોતા પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શક્ય નથી.જેથી જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે.આ ઉપરાંત શહેર ડીઈઓ દ્વારા પોલીસ કમિશનરને પણ પત્ર લખીને જણાવ્યું છે કે સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત વિના પ્રત્ય શૈક્ષણિક કાર્ય શક્ય નથી. જેથી વિદ્યાર્થીઓના હિતને ઘ્યાને રાખી ઓનલાઈન શિક્ષણ માટેસ્કૂલને જાણ કરાઈ છે. ઉપરાંત ઓનલાઈન શિક્ષણ અને અન્ય કામગીરી માટે સ્કૂલમાં આવનારા શિક્ષકો તેમજ સ્ટાફની સુરક્ષાને ઘ્યાને રાખી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત આપવામા આપવામા આવે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here