BUSINESS : વિશ્વ બજારમાં કિંમતી ધાતુ મક્કમ પણ ઘરઆંગણે ચાંદીમાં રૂા. 2500નું ગાબડું

0
92
meetarticle

વૈશ્વિક કેન્દ્રીય બેન્કોના આગેવાનોની  પરિષદમાં અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા વ્યાજ દર સંદર્ભે આવનારા નિવેદન પહેલા વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં મક્કમતા જોવા મળી હતી. વર્તમાન સપ્તાહના અંતે જેકસન હોલ ઈકોનોમિક સિમ્પોસિયમમાં પોવેલ વ્યાજ દર અંગે સંકેત આપશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.

 

જો કે ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં પીછેહઠ  જળવાઈ રહી હતી. સોનાના ભાવ રૂપિયા ૯૯૦૦૦ની અંદર ઊતરી ગયા હતા. ચાંદીમાં પણ રૂપિયા ૨૫૦૦નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.  અમેરિકામાં સ્ટોક ઘટવાના અહેવાલોએ ક્રુડ તેલમાં સુધારા તરફી વલણ રહ્યું હતું.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૯૦૦૦ની અંદર સરકી રૂપિયા ૯૮૯૪૬ મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૯૮૫૫૦ બોલાતા હતા.ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના  ભાવ રૂપિયા ૨૪૦૦ જેટલા ઘટી રૂપિયા ૧,૧૧,૧૯૪ મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનું રૂપિયા ૧,૦૨,૦૦૦ મુકાતું હતુ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૦૧,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા  ૨૫૦૦ તૂટી રૂપિયા ૧૧૨૦૦૦ મુકાતા હતા. સોનુ પ્રતિ ઔંસ ૩૩૩૮ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૭.૪૮ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૩૨૮ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૧૮ ડોલર બોલાતુ હતું.

ગયા સપ્તાહમાં અમેરિકામાં ક્રુડ ઓઈલનો સ્ટોક ઘટી ગયાના નિર્દેશ બાદ ક્રુડ તેલના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૩ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૬.૫૦ ડોલર મુકાતું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here