BOLLYWOOD : અજય દેવગણની ‘ધમાલ ફોર’માં ઈશા ગુપ્તાની એન્ટ્રી

0
75
meetarticle

ઇશા ગુપ્તા કોમેડી ફિલ્મ ‘ધમાલ ૪’ સાથે રૂપેરી પડદે ફરી જોવા મળવાની છે.

અભિનેત્રી આ ફિલ્મમાં અજય દેવગણ સાથે જોવા મળશે. આ જ મહિનાથી અભિનેત્રી ફિલ્મના શૂટિંગમાં જોડાશે. ઇશા ‘ધમાલ ૩’નો પણ હિસ્સો હતી. જોકે, હવે ચોથા ભાગમાં તેની ભૂમિકા વધારે લાંબી હશે તેવો દાવો થઈ રહ્યો છે.

ઇશા હાલમાં જ હની સિંહ તથા જુબિન નૌટિયાલ સાથે  કેટલાક મ્યૂઝિક વીડિયોઝમાં જોવા મળી હતી. બોલીવૂડમાં ૨૦૧૨માં ‘જન્નત ટુ’ ફિલ્મથી ડેબ્યૂ કરનારી ઈશાને જોકે ધારી સફળતા મળી ન હતી. છેલ્લાં પાંચ-છ વર્ષથી તેને ભાગ્યે જ કોઈ મહત્વનો પ્રોજેક્ટ મળ્યો હતો.

‘ધમાલ ૪’માં ઇશા ગુપ્તા અને અજય દેવગણ ઉપરાંત રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, રવિ કિશન અને સંજય મિશ્રા સહિત અન્ય કલાકારો જોવા મળશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here