ડભોઇ તાલુકાના ચાંદોદમાં એમજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા સ્માર્ટ મીટર બેસાડયા બાદ છેલ્લા ચાર માસથી 4400 જેટલા ગ્રાહકોને વીજ બિલ આપવામાં આવ્યા ન હોઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીજ કંપનીની લાલિયાવાડીને કારણે લોકોના બજેટ પર અસર થવાની સંભાવના છે.
અનેક ગ્રાહકોએ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી નિરાકરણ લાવવામાં આવ્યું ન હોઇ લોકો એક સામટું બિલ કઈ રીતે ભરવું તે બાબતે ચિંતિત બન્યા છે.ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આવેલી એમજીવીસીએલ વિભાગીય કચેરીના કમાન્ડ વિસ્તારમાં આવતા છેલું જૂ જેટલા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા હતા. જ્યારે હજુ પણ 1300 જેટલા ગ્રાહકોએ સ્માર્ટ મીટર બેસાડયા નથી. વીજ કંપની દ્વારા રાબેતા મુજબ લાઈટ બિલ આપવામાં આવતા હોય છે, પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ છેલ્લા ચાર માસથી બિલ જ આપવામાં આવ્યા નથી. નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો આયોજન મુજબ બિલ ભરી દેતા હોય છે પરંતુ ચાર મહિનાથી બિલ આવ્યું ન હોઈ તેમના બજેટ પણ ખોરવાઈ ગયા છે. વીજ કંપની દ્વારા જેટલી ઉતાવળથી સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ તેની સામે સિસ્ટમ અપડેટ થવાના વિલંબની ખામીના કારણે ચાર ચાર મહિના સુધી બિલ નહીં આપી લોકો સાથે રમત રમાઈ રહી છે. પરિણામે ગ્રાહકમાં અસંતોષ વધી રહ્યો છે. ત્યારે એક સામટું બિલ આવશે તો નાના અને મધ્યમ વર્ગના લોકો એક સાથે એટલી મોટી રકમ કઈ રીતે ચૂકવી શકશે તેવા પ્રશ્ર્ન ઉભા થયા છે. બિલ વધુ આવતું હોવાની અનેક વિસ્તારોમાં બૂમો ઊઠી રહી છે ત્યારે ચાંદોદ વિભાગના ગ્રાહકો પણ વધુ વીજ બિલ બાબતે ચિંતા સેવી રહ્યા છે.
ચાલુ માસના અંત સુધીમાં બિલ આપી દેવાશે
જૂના મીટરની સાઈકલ એકમાંથી નવા મીટરની સાઈકલ આઠમાં જવા માટે ત્રણ માસ ઉપરાંતનો સમયગાળો લાગતો હોઇ બિલમાં વિલંબ થયો છે. જોકે ચાલુ માસના અંત સુધીમાં ગ્રાહકોને બિલ આપી દેવામાં આવશે. બાદ આગામી માસથી બિલની પ્રક્રિયા રાબેતા મુજબ થઈ જશે.
સંજયભાઈ બારીયા, જુનિ.એન્જિનિયર, વિભાગીય કચેરી
4 માસથી બિલ આપ્યું નથી, એક સામટી મોટી રકમ કેવી રીતે ભરાયસ્માર્ટ મીટર લગાવ્યાના ચાર મહિના થયા પણ હજુ સુધી લાઈટ બિલ આવ્યા નથી. બિલની રકમ મોટી આવશે તો બજેટ ખોરવાઈ જશે. અમે શ્રમજીવી વર્ગ આટલી મોટી રકમ એક સાથે કઈ રીતે ભરી શકીશું? વીજ કંપનીએ તાત્કાલિક ગ્રાહકોને બિલ આપી દેવા જોઈએ. નહીંતર અનેક લોકોને તેની અસર થશે.
નરેશ માછી, વીજ ગ્રાહક




