આજ રોજ પ્રાંતિજ થી એક થર્ડ પાર્ટી એ ૧૮૧ મા કોલ કરી જણાવેલ કે એક છોકરી મળી આવેલ છે અને બહુ જ રડે છે પૂછપરછ કરતાં કંઈ જ બોલતી નથી માટે મદદ ની જરૂર છે. કોલ મળતા જ ૧૮૧ ની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મળી આવેલ કિશોરી ને પાસે ગયેલ. તો કિશોરી બહુ ગભરાઈ ગયેલ હતી અને મમ્મી જોડે જાઉં છે રડતા રડતા બસ એટલું જ બોલતી હતી .
અને તેની માનસિક હાલત પણ નબળી હતી માટે પોતાનું નામ કે સરનામું જણાવતી ન હતી. અને પોતાના નામ અલગ અલગ બોલતી હતી.ત્યારબાદ ગભરાયેલી કિશોરી ને ૧૮૧ અભયમ ટીમે શાંત પાડી હતી તથા સત્વનાં આપી હતી. અને કિશોરી ને ગાડી મા બેસાડેલ.ત્યારબાદ કિશોરી ને આજુબાજુ ના ગામ મા લઈ ગયેલ તથા અને ત્યાંના રહેવાસીઓ ને પૂછપરછ કરેલ અને બહુ શોધખોળ કર્યાં બાદ
કિશોરી ને એક ભાઈ ઓળખી ગયેલ અને તેમના ઘર નું કાચું સરનામું આપેલ. ત્યારબાદ કિશોરી ને એ ગામ મા લઈ ગયેલ. અને તેમનું ઘર શોધેલ. અને તેમના કાકા ને બોલાવી તેમને સોંપેલ. તથા તેમના કાકા ની સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે આ કિશોરી ની મમ્મી ની પણ માનસિક હાલત બહુ ખરાબ છે અને આ કિશોરી ની પણ માનસિક હાલત બહુ ખરાબ છે માટે ઘરેથી નીકળી ગયા હતા. સમગ્ર ઘટના જાણ્યા બાદ કિશોરી ને તેમના કાકા ને સલામત રીતે મુકેલ છે તથા દવાખાને બતાવી યોગ્ય સારવાર લેવા જણાવેલ છે.
REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર..


