BANASKANTHA : દાંતીવાડાના જેગોલ ગામેના vce સ્વ. મહેન્દ્રભારથી ગૌસ્વામીનું ચાલુ સેવા દરમિયાન હાર્ટ એટેક થયું હતું અવસાન, વીસીઈઓની દિલેરી દાતા કેવી!!*મૃતક વીસીઇ પરિવારજનોને એક લાખનો સહાય કરી

0
468
meetarticle

વગર પગારે સરકારનું ઉપકરણું કરતા ગુજરાત રાજ્યમાં ઈ-ગ્રામ, વિશ્વ્ -ગ્રામ સોસાયટી ના ૧૪૦૦૦થી પણ વધુ VCE ના પોલીસીમાં બદલાવ કરીને ન્યાય અપાવવામાં આવ્યો નથી.છતાં આવા વગર પગારે ફરજ બજાવતા વી.સી.ઈ ભાઈઓની દિલેરી, દાતા અને માનવીય અભિગમ કેવો છે કે પોતામાં પરિવારનું આ સમયમાં કાળઝાળ કપરી મોંધવારી ના સમયમાં પૂરું ના પડે તેમ છતાં પણ જે કમિશન મળ્યું તેમાંથી પણ પોતાના આપ્તજન સમા વી. સી. ઈ ભાઈનું આકસ્મિક અવસાન થાય તો તેના પરિવારનો સધીયારો બની સાથે ઉભી જાય છે.


બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં જેગોલ ગામે ગ્રામ પંચાયત માં vce તરીકે સેવા આપતા સ્વ. મહેન્દ્રભારથી ભૂરાભારથી ગૌસ્વામીનું ચાલુ સેવા દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું તેમના પરિવાર માં ત્રણ પુત્રી એક નાનો પુત્ર અને તેમની વિધવા થયેલ પત્ની આ ગરીબ પરિવાર ઉપર દુઃખના ડુંગર આવી ગયા છે ત્યારે કોઈપણ જાતનો સરકારી પગાર ના હોય અને ફકતને ફક્ત કમિશન થી પોતાના ગુજરાન ચલાવતા vce પરિવાર ની મદદ માટે બનાસકાંઠા જિલ્લા vce મંડળ દ્વારા ફૂલ નહિ પણ ફૂલની પાંખડી સ્વરૂપે vce પરિવારને મદદરૂપ થવા માટે રુ.૧૦૦૧૦૦/-(અંકે રૂપિયા એક લાખ સો રૂપિયા ફાળો ઉઘરાવી તેમના ઘરે જઈ મદદ કરી સેવાકીય કામગીરી કરી vce પરિવારની ભાવનાના દર્શન કર્યાવ્યા છે. છેલ્લા ૧૮-૧૮ વર્ષથી વગર પગારે નજીવા કમિશન આપી ઘોર શોષણ થતું હોય તેવા ફરજનિષ્ઠ કામકરનાર વીઈસીઈ ઓમાં હજુ પણ આ સમયમાં માનવતા મરી પરવારી નથી તેનો દાખલો વી.સી.ઈ ભાઈઓએ બતાવ્યો છે. પણ સરકાર આમાંથી કાઈક બોધ પાઠ લે તો આવા વગર પગારના નાના કર્મચારી ઓ ને આવા દુઃખદ પ્રસંગે સરકારનો પણ સહિયારો મળવો જોઈએ તેવો શૂર પણ વ્યક્ત થયો છે

ગુજરાત, ગુજરાતમાં ઈ-ગ્રામ, વિશ્વ્ ગ્રામ સોસાયટી ની સ્થાપ ના કરીને ગામના છેવાડા માં છેવાડે રહેતા નાગરિકોને ગ્રામ સચિવાલય થી માંડીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે સંપર્કિત કરવા માટે નો એક સુસજ્જ અને પવિત્ર અભિગમને આકાર આપ્યો. જે સુંદર રીતે સાકાર પણ થયો,અને અત્યારે પણ ચાલુ છે. આ ઈ -ગ્રામ સોસાયટી માં ગ્રામજનોને ઘેર બેઠા દરેક સુવિધા મળી રહે અને સરકારશ્રી ની દરેક યોજનાઓ નો લાભ વચેટિયા થી મુક્ત રીતે લાભ મળે તેવા આયોજનથી વર્ષ ૨૦૦૬-૭ માં ઈ -ગ્રામ યોજના અમલ માં મૂકી જેનો મૂળભૂત પાયો એટલે vce (વિલેજ કોમ્પ્યુટર આંતર પ્રિન્યોર). ઈ-ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે તલાટીકમ મંત્રી ના સહાયક તરીકે ગામમાં ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક(વિલેજ કોમ્પ્યુટર આંતરh પ્રિન્યોર )VCE.ની સેવાઓ પ્રાઈવેટ પાર્ટનશીપના ઘોરણે ઈ-ગ્રામ પંચાયત ખાતેથી નિમણુક આપવામાં આવેલી છે.


ગુજરાત રાજ્યમાં સને ૨૦૦૬-૭માં અમલી બનાવેલ ઈ -ગ્રામ યોજના અમલમાં મૂકી ત્યારથી વીસીઈઓ રાજ્યના દરેક ગામડાઓમાં ગ્રામ પંચાયત ખાતે કાયમી નોકરિયાત તલાટી મંત્રીશ્રીની હાજરી ના હોય તો પણ વગર પગારની ફરજ હોવા છતાં કાયમી વી.સી.ઈ.ની હાજરી હોવાથી ઈ –ગ્રામ સેન્ટર ખુલ્લુ રાખતાં ગ્રામજનોને સમયસર સરકારશ્રીની વિવિઘ યોજના ઓની કામગીરી કરવામા આવતાં લાભો મળી રહે છે. માત્ર નહિવત જેવુ કમીશન મળવા છ્તાં પુરા ખંત અને નિષ્ઠા પુર્વકની સત્તત હાજરી ના કારણે જ આજે ગુજરાતની ડિજિટલ ટ્રાન્સ્ફોર્મેશન દેશમાં ૭૫ હજાર ગ્રામ પંચાયતો ઓપરેશનલ માં સૌથી મોખરે આવી હોય તો તે સરકરી પગાર લેતા નોકરિયાતો ના કારણે નહિ પણ એક વગર પગારે માત્ર નજીવા કમીશનામાં ગુજરાત રાજ્યના ૧૪૦૦૦ થી પણ વધુ ફરજ બજવતા VCE ઓને આભારી છે.

ત્યારે ગ્રામ્ય કક્ષાએ ૧૫માં નાણાપંચ યોજનાની વિવિધ કામગીરી તેમજ સરકારશ્રીની વિવિધ યોજના ડેટા એન્ટ્રીઓ તાત્કાલિક અને સમયર કરવા અને માહિતિ તૈયાર કરવા માટે તમામ ગ્રામ પંચાયત કચેરી ખાતે VCE કચેરી દરમ્યાન સમય દરમ્યાન હાજરી હોય અને આકસ્મિક સમયે સત્વરે ઉપલબ્ધ થાય તે માટે VCEએ કરેલ ડેટા એન્ટ્રીની કરેલ કામગીરી નું ઈન્સેન્ટીવ નું ચુકવણું ૧૫માં નાણાપંચ યોજનાની ૧૦% બેઝીક (અનટાઈડડ) ગ્રાંટમાંથી કરવા પંચાયત ગ્રામ ગ્રુહ નિર્માણ અને ગ્રામ વિકાસ ગાંધીનગર દ્વારા પરિપત્ર કરી ચુકવણુ કરવા જણાવેલ છ્તાં વીસીઈના હક્ક્ના થતા હોય છતાં આજ ની તારીખે હકના મહેનત ના કામગીરી નું ઈન્સેન્ટીવ નું ચુકવણું કરવામાં પંચાયતો ગલ્લા તલ્લા કરી ચૂકવતી નથી. ત્યારે સરકાર તરફથી આવા વગર પગારે ફરજ બજાવતા ગ્રામ્ય વીસીઈ પ્રત્યે પણ તેઓની વ્યાજબી માંગણીઓ પ્રત્યે લગાવ રાખવો જઈએ.

રિપોર્ટર :-વિરમભાઈકે.આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here