જેતપુર તાલુકાના બાવા પીપળીયા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં વિદેશી દારૂ સંતાડી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરતાં વિદેશી દારૂની ૨૩૯ બોટલો કિંમત રૂ. ૬૫.૭૨૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસને જોઈ નાસી છૂટેલા બંને બુટલેગરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
રાજકોટ રૂરલ એલસીબી પોલીસના પીએસઆઇ આર.વી.ભીમાણી સાથે દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, મીરલભાઈ ચંદ્રવાડીયા પેટ્રોલિંગમાં નિકળેલ તે દરમ્યાન બાતમી મળી હતી કે, જેતપુર તાલુકાના બાવા પીપળીયા ગામની સીમમાં આરોપી કેતન ભીખુ ગુજરાતી ની કબ્જા ભોગવટાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂ સંતાડી વેચાણ કરે છે. તે આધારે એલસીબી પોલીસે ધટના સ્થળે જઈ રેડ કરતાં અંધારાનો લાભ લઈ આરોપી કેતન ભીખુ ગુજરાતી અને દિવ્યેશ ચંદુભાઈ ગુજરાતી (રહે બંને બાવા પીપળીયા ગામ) ફરાર થઈ ગયા હતા. જેમાં પોલીસે ઓરડીમાંથી વિદેશી દારૂની ૨૩૯ બોટલો કિંમત રૂપિયા ૬૫.૭૨૫ તથા મોટર સાયકલ બે કિંમત રૂ. ૬૦.૦૦ મળી કુલ રૂપિયા ૧.૨૫.૭૨૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ફરાર થઈ જનાર બંને શખ્સો સામે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


