છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને સત્તાવાર રીતે નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. બોડેલી સાથે આસપાસના અલીખેરવા, ઢોકલિયા, ચાચક તથા જાખરપુરા ગામોનો સમાવેશ કરીને કુલ પાંચ ગામોને એકત્રિત કરીને નવી નગરપાલિકાની રચના કરવામાં આવી છે.
આ નિર્ણય બાદ બોડેલી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં શહેરી સુવિધાઓનો વધુ વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નગરપાલિકાની રચના થવાથી માર્ગ, પાણી, સફાઈ, લાઇટિંગ જેવી સુવિધાઓમાં વધારો થવાની શક્યતા છે. સ્થાનિક લોકોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને ભવિષ્યમાં ઝડપી વિકાસની આશા વ્યક્ત કરી છે.
રિપોર્ટર રફાકત ખત્રી બોડેલી


